ધાનેરાના મગરાવા ત્રણ રસ્તા પાસેથી દારુ સાથે એક ઇસમની અટકાયત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-17 14:11:26
  • Views : 531
  • Modified Date : 2019-05-17 14:11:26

બનાસકાંઠા જિલ્લા મદદનીશ પોલીસ અધિક્ષક અજીત રાજયાણ  થરાદ વિભાગે દારૂના વેચાણ અને હેરાફેરીને સંપૂર્ણ રીતે નાબુદ કરવા સૂચના આપેલ. જેથી ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર સી.જી. સોલંકી તથા તેમની ટીમના ઇશ્વરભાઇ, રાસેંગભાઇ, પ્રકાશભાઇ  વગેરે પોલીસ સ્ટાફ સાથે ધાનેરાના રાજસ્થાન બોર્ડર ઉપર આવેલ મગરાવા ત્રણ રસ્તા ઉપર સઘન વાહન ચેકિંગમાં હતા. ત્યારે રાજસ્થાન તરફથી આવતા હિરો હોન્ડા મોટરસાયકલ નંબર જીજે ૦૮ એસી ૫૯૧ વાળાને ઉભુ રખાવી તપાસ કરતાં ભારતીય બનાવટની પરપ્રાંતિય બીયરની બોટલો, દારુની બોટલ નંગ-૧૩૨ કિં.રૂ. ૨૬,૪૦૦ મોટરસાઇકલની કિં.રૂ. ૨૦,૦૦૦, મોબાઇલ નંગ-૧ કિંમત રૂ.૫૦૦ એમ કુલ કિં.રૂ. ૪૬,૯૦૦ નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો. મોટરસાઇકલના ચાલક ગીરધારીજી જેતાજી સવેલ (જાટ) રહે. લક્ષ્મીપુરા તા. ડીસા વાળાને જેલના હવાલે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.


Download Our B K News Today App



Related News