ધાનેરામાંથી વિદેશી દારૂ ભરેલી ગાડી પકડતી એલ.સી.બી. પોલીસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-15 11:24:57
  • Views : 597
  • Modified Date : 2019-07-15 11:24:57

ધાનેરા પો.સ્ટે. વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલી સેન્ટ્રો ગાડી એલ.સી.બી. પોલીસ બનાસકાંઠાએ પકડી પાડી હતી.
બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રદિપ સેજુલ જિલ્લામાં દારૂ/જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા પી.એલ. વાઘેલા પોલીસ સબ ઇન્સ્પેકટર તથા એ.એ.ચૌધરી એલ.સી.બી.ના માર્ગદર્શન મુજબ સ્ટાફના કુલદિપસિંહ, મહેશભાઈ,  મિલનદાસ, રમેશભાઈની ટીમ ઘાનેરા ટાઉન વિસ્તારમાં પેટ્રાલિંગમાં હતા દરમ્યાન બાતમી હકીકત આધારે ધાનેરા શિવનગર નાળ। પાસે  સેંન્ટ્રો ગાડી  
નં. જીજે ૧૨ જે  ૫૨૩૯ ની પકડી જે ગાડીમાં જોતા ગાડીમાં ગુપ્ત ખાના બનાવી ભારતીય બનાવટનો વિદેશીદારૂની કુલ બોટલ નંગ-૮૪ કી.રૂ ૬૦,૦૦૦/-નો તથા ૧ મોબાઈલ કિં.રૂ.૫૦૦૦/- ગાડી કિ.રૂ. ૮૦,૦૦૦/- એમ કુલ મુદામાલ કિં.રૂ.૧,૪૫,૦૦૦/- મળી આવેલ તેમજ ગાડીનો ચાલક તાજારામ ગુમનારામ જાતે સુથાર રહે.પાદરડી,
તા. ગુડામાલાની, જી.બાડમેર રાજસ્થાન વાળો  પકડાઈ જઇ ગુનો કરેલ હોઈ ધાનેરા
પો.સ્ટે. પ્રોહિબિશન એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે.

Download Our B K News Today App



Related News