ડીસા રૂરલ પો.સ્ટે. વિસ્તારમાંથી દારૂ ભરેલી ટાટા સફારી ગાડી પકડતી એલ.સી.બી.બનાસકાંઠા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-19 05:09:59
  • Views : 564
  • Modified Date : 2019-04-19 05:09:59

બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રદિપ સેજુલે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા પી.એલ. વાઘેલા પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી. તથા સ્ટાફના પ્રવિણસિંહ, નરેશભાઈ, દિગ્વિજયસિંહ, જયપાલસિંહ, પ્રવિણભાઈ, લક્ષ્મણસિંહ, મહેશભાઈની ટીમે ડીસા રૂરલ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમ્યાન બાતમી હકીકત આધારે યાવરપુરા પાસે ટાટા સફારી ગાડી  નં. જીજે ૦૮ એપી ૩૦૭૨ પકડી જે ગાડીમાં જોતા ભારતીય બનાવટનો વિદેશીદારૂ તથા બિયરની કુલ બોટલ નંગ-૫૯૨ કિં.રૂ ૧,૫૪,૬૦૦/-નો તથા મોબાઈલ નગ.૨. કિ. રૂ.૫૫૦૦/- તથા ગાડી કિં.રૂ. ૭,૦૦,૦૦૦/- એમ કુલ મુદામાલ કિં.રૂ.૮,૬૦,૧૦૦/- મળી આવેલ તેમજ ચાલક પ્રવિણસિંહ નગસિંહ સોલંકી રહે સાચોર રાજસ્થાન વાળો પકડાઈ જઇ તેમજ પ્રેમસિંહ રાજપૂત સાચોર વાળાએ દારૂ ગાડીમાં ભરાવેલ તેમજ સદરે દારૂ કલોલમાં પ્રવિણસિંહને આપવાનો હોઈ ઉપરોક્ત તમામ સામે ડીસા રૂરલ પો.સ્ટે. દ્વારા પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે.


Download Our B K News Today App



Related News