પાલનપુર રેલવે સ્ટેશને મુસાફર ખાનામાંથી દારૂ ભરેલી બેગ મળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-16 12:23:12
  • Views : 480
  • Modified Date : 2019-06-16 12:23:12

પાલનપુર રેલ્વે પોલીસને શનિવારે ચેકિંગ દરમિયાન રેલવે સ્ટેશનના મુસાફર ખાનામાં બિનવારસી બેગ મળી હતી. જેની તલાશી લેતાં અંદરથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ અંગે પોલીસ દ્વારા દારૂ સહિતના રૂપિયા ૬૮૦૦નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પાલનપુર રેલ્વે પીએસઆઈ પી.એફ.પઠાણની સૂચનાથી સ્ટાફના એ.એસ.આઈ
પરેશભાઈ, શામળભાઈ,
પંકજભાઈ, હર્ષદભાઈ સહિતનો સ્ટાફ પોલીસ સ્ટાફ રેલ્વે સ્ટેશન ઉપર પેટ્રોલિંગમાં હતા. તે સમયે મુસાફર ખાનામાં એક બિનવારસી બેગ પડેલી હતી. જેથી પોલીસને બેગ ઉપર શંકા જતા બેગની તલાશી લેવામાં આવી હતી. જે બેગમાંથી ૨૬ બોટલ વિદેશી દારૂ કિંમત રૂ.૬૮૦૦નો મળી આવ્યો હતો. આ અંગે પોલીસે અજાણ્યા શખ્સ સામે પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતીમાન કર્યા છે.


Download Our B K News Today App



Related News