ધાનેરાના એડાલ ગામેથી દારૂ ભરેલ કાર સાથે બે ઇસમ જેલના હવાલે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-05 11:04:19
  • Views : 475
  • Modified Date : 2019-05-05 11:04:19

બનાસકાંઠા જિલ્લા મદદનીશ પોલીસ અધિક્ષક અજીત રાજયાણ થરાદ વિભાગે દારૂના વેચાણ અને હેરાફેરીને સંપૂર્ણ રીતે નાબુદ કરવા સૂચના આપેલ. જેથી ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર સી.જી. સોલંકી તથા પી.એસ.આઇ. વી.જી. પ્રજાપતિ તેમની ટીમના ઇશ્વરભાઇ, શ્રવણસિંહ, અરજણાજી, મનોહરસિંહ, રમેશભાઇ વગેરે પોલીસ સ્ટાફ સાથે ધાનેરાના રાજસ્થાન બોર્ડર ઉપર આવેલ એડાલ ગામ તરફ સઘન વાહન ચેકિંગમાં હતા. ત્યારે રાજસ્થાન તરફથી આવતી સેન્ટ્રો કાર નંબર આર.જે. ૨૩ સીસી ૦૬૦૨ વાળાને એડાલ ગામની સીમમાં ઉભી રખાવી તપાસ કરતાં તેમાં દારુ મળી આવતાં ગાડીને પોલીસ મથકે લાવી તેમાં તપાસ કરતાં ગાડીમાં ભારતીય બનાવટની પરપ્રાંતિય બીયરની બોટલો, દારૂની બોટલ તેમજ દેશી મદિરાની બોટલો મળી કુલ નંગ-૨૪૦ કિં.રૂ. ૨૨,૫૬૦ ગાડીની કિં.રૂ. ૧,૦૦,૦૦૦ એમ કુલ કિં.રૂ. ૧,૨૨,૫૬૦ નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો.  ગાડીના ચાલક શ્રવણસિંહ અગરસિંહ તથા બાજુમાં બેઠેલા મલારામ તોળાજી કોળી બન્ને રહે. જાખડી તા. રાણીવાડા રાજસ્થાનવાળાને જેલના હવાલે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.


Download Our B K News Today App



Related News