ખીમાણા પાદર ગામમાંથી દારૂ ભરેલ બોલેરો પકડી પાડતી વાવ પોલીસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-20 11:28:35
  • Views : 633
  • Modified Date : 2019-07-20 11:28:35

પોલીસ અધિક્ષક પ્રદિપ સેજુલ બનાસકાંઠા
પાલનપુરનાઓએ જિલ્લામાં  દારૂ જુગારની પ્રવૃતિ સંપૂર્ણપણે નેસ્ત નાબુદ કરવા સૂચના કરતા તથા મદદનીશ પોલીસ અધિક્ષક અજીત રાજીયાણનાઓની સૂચના હેઠળ  જી.કે.જાડેજા
પો.સ.ઇ, હેઙ.કોન્સ. સેધાભાઇ વજાભાઇ તથા અ.પો.કોન્સ. દજાભાઇ રામસીભાઇ તથા અ.પો.કો. લાલાજી પીરાજી
પો.સ્ટાફના માણસો વાવ
પો.સ્ટે. વિસ્તારમાં નાઇટમાં પ્રોહી લગતા ગુનાઓને લઇને નાકાબંધીમાં હતા. તે દરમ્યાન ખરડોલ ગામ બાજુથી એક બોલેરો ગાડી આવતા ઉભી રાખવા હાથબતીના અજવાળે હાથથી ઇસારો કરતા ચાલકે ગાડી ઉભી રાખેલ નહી ગાડીનો પીછો કરતા ખીમાણા પાદર ગામમાં ટાંકા પાસે શેરીના અંધારામાં ગાડી મુકી ગાડીમાંના બંને ઇસમો નાસવા લાગેલ. જેનો પીછો કરતા ચાલક ઇસમ સુરેશભાઇ કાજાભાઇ ઠાકોર ઉ.વ.૩૦રહે.અસારાવાસ(સમલીરણ) તા.વાવ, મુકેશભાઇ ઇશ્વરભાઇ ઠાકોર ઉ.વ.૨૩ રહે.અસારાવાસ (સમલી રણ) તા. વાવવાળાઓ પકડાઇ ગયેલ અને ચાલકે તથા સાથેના ઇસમે તેમના હવાલાની ગાડીમાં ગે.કા. અને વગર પાસ પરમીટનો ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ
નંગ- ૮૨૦ કિં. રૂ.૮૨,૦૦૦/- તથા બોલેરો ગાડીની કિં.રૂ. ૩,૦૦,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૩,૮૨,૦૦૦/- નો મુદ્દામાલ મળી આવેલ હોઇ
ઉપરોકત બંને ઇસમો વિરૂધ્ધમાં વાવ પો.સ્ટે. પ્રોહી.એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે.

Download Our B K News Today App



Related News