ગિરનારના સર્વોચ્ચ શિખરનાં કરો દર્શન; અહીં ચારેય દિશામાં શિવનાં 9 મંદિર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-11 10:36:16
  • Views : 260
  • Modified Date : 2021-03-11 10:36:16

    ગિરનાર આદિ અનાદિકાળથી અસ્તિત્વમાં છે. સ્કંદ પુરાણના પ્રથમ અધ્યાયમાં ગિરનારનું મહાત્મ્ય દર્શાવાયું છે. એમાં ગિરનારની ઉત્પત્તિ અને મહત્ત્વની સમજ અપાઈ છે. આ અધ્યાયમાં અત્રિ ઋષિ અને અનસૂયાના સંવાદમાં ગિરનારનો ઉલ્લેખ છે.

    ગિરનારને સ્થિર કરવા માટે ચાર દિશામાં મહાદેવની સ્થાપના થાય છે, જેમાં ઉત્તરમાં ઈન્દ્રેશ્વર મહાદેવ, દક્ષિણમાં રામનાથ, પશ્ચિમમાં ભવનાથ અને પૂર્વમાં કામેશ્વર મહાદેવ બિરાજમાન છે. આમ, ચારેય દિશામાં ચાર તાંતણા બાંધી મહાદેવની સ્થાપના કરાઈ છે, તેથી રેવતાચળ એટલે કે ગિરનાર સ્થિર રહે છે. પૌરાણિક શાસ્ત્રોમાં ભવનાથ અને ગિરનાર ક્ષેત્રનાં ધાર્મિક સ્થળોનો ઉલ્લેખ મળે છે. ગિરનાર પર્વતની પશ્ચિમે ભવનાથની આસપાસના વિસ્તારને વસ્ત્રાપથ ક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે.કર્પૂરગૌરમ કરુણાવતારમ સંસારસારં ભુજગેંદ્રહારમ । સદાવસંતમ હૃદયારવિન્દે ભવમ ભવાની સહિતં નમામિ ।।કપૂર સમાન ચમકતા ગૌર વર્ણવાળા, કરુણાના સાક્ષાત અવતાર, આ અસાર સંસારના એકમાત્ર સાર, ગળામાં ભુજંગની માળા પહેરેલા, ભગવાન શંકર જે માતા ભવાની સાથે ભક્તોના હૃદય કમળમાં સદા વસે છે, અમે એ દેવાધિદેવને વંદન કરીએ છીએ.

***ગિરનારમાં પ્રસિદ્ધ શિવમંદિરો
1. જટાશંકર
2. ચંદ્રમૌલેશ્વર
3. શિવગુફા
4. આત્મેશ્વર
5. મથુરેશ્વર
6. ગુપ્તેશ્વર
7. વસ્ત્રાપથેશ્વર
8. મુચકુંદ મહાદેવ
9. રામનાથ

Download Our B K News Today App



Related News