મુખ્યમંત્રીએ અંબાજી માતાજીના ભક્તિ ભાવપૂર્વક દર્શન કરી શિશ ઝુકાવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-21 11:52:49
  • Views : 371
  • Modified Date : 2020-11-21 11:52:49

 મુખ્યમંત્રી વિજયભાઈ
રૂપાણીએ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભક્તિભાવપૂર્વક આદ્યશક્તિ મા અંબેના દર્શન અને પૂજા અર્ચના નૂતન વર્ષમાં ગતરોજ કર્યા હતા.
   માતાજીના દર્શન પૂજન કર્યા બાદ મુખ્યમંત્રીએ મીડિયા સાથેની વાતચીતમાં પ્રજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું ક, રાજ્ય અને દેશની સલામતી સમૃદ્ધિ અને પ્રજાની સુખાકારીમાં ઉત્તરોત્તર વધારો થાય તેમજ કોરોના સંક્રમણ જલદીથી દૂર થાય સૌ કોઈ આ મહામારીથી મુક્ત થાય તે માટે માતાજીને પ્રાર્થના કરી છે.
         મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, કોરોના સંક્રમણમાં થોડોક વધારો થયો છે ત્યારે લોકોને આરોગ્ય સેવાઓ પૂરતા પ્રમાણમાં અને સારી રીતે મળી રહે તે માટે તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ બનાવાઇ છે. લોકોની સલામતી અને સાવચેતીના ભાગરૂપેઅમદાવાદમાં શનિ-રવિના દિવસોમાં  વીક એન્ડનો કફયુ નાંખવાનો ર્નિણય લેવાયો છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે કોરોના સંક્રમણને પહોંચી વળવા છેલ્લા બે ત્રણ દિવસમાં રાજ્ય સરકારે મહત્વના ર્નિણયો લીધા છે. તેમણે પ્રજાને અનુરોધ કરતા જણાવ્યું કે, ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેત રહી ગાઇડલાઇનનું પાલન કરીએ. લોકોને માસ્ક પહેરવા તથા સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા અને સેનેટાઈઝર કે સાબુથી વારંવાર હાથ ધોવા જેવી આદતો કેળવવા મુખ્યમંત્રીએ ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.  અંબાજીના વિકાસ બાબતે મુખ્યમંત્રીએ જણાવ્યું કે અંબાજી મંદિરની ભવ્યતા તથા યાત્રિકોની સુવિધાઓમાં વધારો થાય તે માટે અંબાજી ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરવામાં આવી છે. જેનાથી આવનારા સમયમાં માળખાકીય સુવિધાઓ સહિત યાત્રી સુવિધાઓમાં ઉત્તરોતર વધારો કરીને અંબાજીનો વિકાસ ઝડપી બનાવાશે.
        આ પ્રસંગે અંજલીબેન
રૂપાણી, સાંસદ પરબતભાઇ
પટેલ, ધારાસભ્ય શશીકાન્તભાઈ
પંડ્યા, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ, જિલ્લા ભાજપા પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ, કલેકટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયા, એસ.પી તરૂણ દુગ્ગલ, આસી.કલેક્ટર  પ્રશાંત ઝીલોવા, અંબાજી ટ્રસ્ટના વહીવટદાર સુધેન્દ્રસિંહ ચાવડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News