અક્ષરધામ મંદિર ૧૧ મહિના બાદ દર્શનાર્થીઓ માટે સંપૂર્ણ રીતે ખુલ્લું મુકાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-05 10:59:28
  • Views : 304
  • Modified Date : 2021-02-05 10:59:28

કોરોના મહામારીના કારણે ગાંધીનગર શહેરના બાગ બગીચા તેમજ મંદિરો બંધ રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ સરકારની ગાઈડલાઈન મુજબ અનેક ધાર્મિક સ્થળો ખુલ્લા મુકવામાં આવ્યા હતા.ત્યારે ગાંધીનગરમાં આવેલા અક્ષરધામ મંદિરને દિવાળી પછી સાંજના સમયમાં બે કલાક દર્શનાર્થીઓ માટે ખાલી દર્શન કરવા પૂરતું ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.ત્યારે આવતીકાલથી અક્ષરધામ મંદિર સંપૂર્ણ રીતે ખુલ્લુ મુકવામાં આવશે.
ગાંધીનગરમાં આવેલુ વિશ્વવિખ્યાત સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર  આવતીકાલ શનિવારના રોજ સંપૂર્ણ રીતના દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવશે. દિવાળી બાદ અક્ષરધામ મંદિર ખાલી દર્શન માટે ખુલ્લું રહેતું હતું. ત્યારે ડિસેમ્બર મહિનાથી સરકારના આદેશ મુજબ અક્ષરધામ મંદિરના કેટલાક મર્યાદિત વિભાગો શરૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર ના તમામ વિભાગો આયોજક દ્વારા લેવાયેલા ર્નિણય પ્રમાણે  આવતીકાલ ૬ ફેબ્રુઆરી શનિવારના રોજ ૧૧ કલાકથી સાંજના ૭.૩૦ કલાક સુધી ખુલ્લા રહેશે. દેશ-વિદેશના દર્શનાર્થીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની ગયેલ ‘સચ્ચિદાનંદ' વોટરશો ૬.૪૫ કલાકે યોજાશે. આ ઉપરાંત તમામ પ્રદર્શન ખંડો બાળકો અને યુવાનો માટે રાઈડ્‌સ પણ ખુલ્લી મુકવામાં આવશે.

Download Our B K News Today App



Related News