અમીરગઢઈકબાલગઢમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ શંકાના દાયરા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-11 15:54:27
  • Views : 593
  • Modified Date : 2020-06-11 15:54:27

 અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ નેશનલ હાઇવે ઊપર જીજે ૧૮ જી ૫૦૮૦ ની ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ગાડીમાં આવેલા અધિકારીઓ દ્વારા નમકીન ભરેલી ગાડી રોકવામાં આવી હતી. જે ગાડીમાં તપાસ કરતા વૈભવ અને કેસર બ્રાન્ડની નમકીન ભરેલી હતી જેની તપાસ આદરેલ. ત્યારબાદ નમકીનની ગાડીના ડ્રાઈવર સાથે હોટલમાં ચા નાસ્તો કરવા બેસેલ, તે સમયે સ્થળ ઉપર પત્રકારો આવી જતા કુલડીમાં ગોળ ભાંગ્યો હોય તેવી રીતે સગેવગે કરી રવાના થવાની કોશિશ કરાઈ હતી. જ્યારે પત્રકારોએ કરેલ કેસ અંગેની માહિતી માંગતા જણાવ્યું કે અમે નમકીન વાળાને તેનું પેકિંગ બદલવાની જાણ કરેલ છે. તેવો ઉડાઉ જવાબ આપી ગાડીમાં બેસી રવાના થઈ ગયા હતા. ત્યારબાદ તેમની પાછળ નમકીનની ગાડી પણ રવાના થઈ ગઈ હતી. જો કેસર અને વૈભવ બ્રાન્ડની નમકીનના સેમ્પલ લેવામાં આવ્યા તો કેમ પત્રકારોને તેની માહિતી આપવામાં ના આવી? અને જો સેમ્પલ લેવામાં આવ્યા ના હોય તો કયા કારણોસર ગાડી રોકાવી તેને જતી  કરવામાં આવી? શું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ દ્વારા લેતી દેતી કરવામાં આવી છે, તેવો સવાલ  પ્રજાના મનમાં ઉપજી રહ્યો છે. ત્યારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેની તપાસ કરવામાં આવે તેવી પ્રજાજનોની માંગ છે. 

Download Our B K News Today App



Related News