ધાનેરા તાલુકા પંચાયતની ધરાણોધર બેઠકમાં ૫૨.૬૦ ટકા મતદાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-22 11:19:44
  • Views : 416
  • Modified Date : 2019-07-22 11:19:44

ધાનેરા તાલુકા પંચાયતમાં ધરણોધર બેઠક ઉપર જે તે વખતે કોંગ્રેસ દ્વારા જીત મેળવેલ હતી. પરંતુ આ બેઠક ઉપર જીતેલા ઉમેદવારનું મોટા નિપજતા તે બેઠક ખાલી થવા પામી હતી. અને આ બેઠકની પેટા ચૂંટણી આવતા કોંગ્રેસ તેમજ ભાજપ દ્વારા પોતાના ઉમેદવારો મેદાનમાં  ઉતારેલ અને જેનું રવિવારે મતદાન રાખવામાં આવેલ અને ગોલા તેમજ ધરણોધર આ બંને ગામોમાં ૪૫૧૩ મતદારો માટે ૫ બુથ રાખવામાં આવેલ. જેમાં ૨૫ જેટલો સ્ટાફ તેમજ પોલીસ જવાનો ફરજમાં હાજર રાખેલ અને સવાર થઈ મતદાન માટે લાઇનો જોવા મળી હતી. અને સાંજ સુધીમાં ૫૨.૬૦ ટકા મતદાન  થવા પામ્યું હતું. જેથી કોંગ્રેસ અને ભાજપના અગ્રણીઓ પોતાના ઉમેદવારોની જીત બતાવતા જોવા મળ્યા હતા. આ અંગે ધાનેરા મામલતદાર દ્વારા જણાવેલ કે મંગળવારે મામલતદાર કચેરી ખાતે મત ગણતરી યોજવામાં આવનાર છે.

Download Our B K News Today App



Related News