૧૨ કલાક સુધી પડી રહેલા મૃતદેહને ભાજપના મહામંત્રી ધર્મેન્દ્રસિંહે અંતિમ સંસ્કાર કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-23 11:49:51
  • Views : 1480
  • Modified Date : 2021-04-23 11:57:32

કોરોનાના કેસો વધી રહ્યા છે.
હોસ્પિટલથી લઈ સ્મશાન સુધી ક્યાંય જગ્યા નથી. ત્યારે હવે પોતાના પરિવાર જનો પણ દર્દીઓથી ભાગી રહ્યા છે. ગાંધીનગરના પેથાપુરમાં દર્દીના મોત બાદ કોઈ અડવા તૈયાર ન હતું. તંત્ર અને અડોશ-પડોશમાં મદદ માંગી હોવા છતાં પણ કોઈએ સહાય ન કરતા આખરે ભાજપના મહામંત્રીએ મૃતકને અંતિમધામ સુધી લઇ અંતિમ ક્રિયા કરી હતી.
ગાંધીનગરમાં માનવતા મહેકાવતો કિસ્સો બહાર આવ્યો છે. ઘટના ક્રમ કઈક એવો છે કે તારીખ ૨૧ એપ્રિલના રોજ રાત્રે ૮ઃ૦૦ વિમલભાઈ મોદીનું અવસાન થયું હતું. મૃત્યુના અડધો કલાક પહેલા તેમના પિતા જમવાનું લઈને ગયા હતા ત્યારે મૃતક વિમલભાઈએ અડધો કલાક પછી આવવાનું કહ્યું જે બાદ પિતા અડધો કલાક બાદ બીજા માળે વિમલભાઈ પાસે જમવાનું લઈને ગયા ત્યારે તેમને તેમનો અંતિમ શ્વાસ લઇ લીધો હતો. જે બાદ સમગ્ર
પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી હતી. અડોશ-પડોશમાં અને તંત્રને જાણ કર્યા બાદ પણ સવાર સુધી કોઈપણ જાતની મદદ ન મળતા આખરે ગામમાંથી એવો મેસેજ મળ્યો કે ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો સંપર્ક કરોએ તમને જરૂર મદદ કરશે. જે બાદ મૃતક વિમલભાઈના મોટા ભાઈ
વિપુલભાઈનો ફોન ભાજપના મહામંત્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉપર આવ્યો જે બાદ ધર્મેન્દ્રસિંહ, અનિલસિંહ અને ભરતસિંહ ડાભી ગણતરીની મિનિટોમાં તેમના ઘરે પહોંચ્યા. જે બાદ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પોતાના સ્વખર્ચે પી.પી.ઇ. પહેરીને વિમલભાઈ મોદીનો મૃતદેહ બીજા માળેથી નીચે ઉતારી પેથાપુર સ્મશાન ગૃહ ખાતે લઈ જઈ તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. તેમજ  
પરિવારજનોએ હાર્ટએટેકથી મૃત્યુ થયું હોય તેવો અંદાજાે લગાવ્યો છે.

Download Our B K News Today App



Related News