પરમ ધર્મ સંસદ ૧૦૦૮ દ્વારા બનાસકાંઠાની સાત વિધાનસભામાં ધર્માધાયકો કાર્યરત થશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-15 11:28:51
  • Views : 302
  • Modified Date : 2021-03-15 11:28:51

સનાતન વૈદિક હિંદુ ધર્મ સંસદ ૧૦૦૮ એ વિશ્વભરમાં સનાતની હિન્દુજનોના પ્રશ્નોને વિશ્વ સ્તર પર વાચા આપતી હિન્દુઓના સર્વોચ્ચ ધર્માચાર્ય જગતગુરુ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત સંસ્થા છે. ધર્મ વિષયક ર્નિણય લઇ શાસ્ત્રીય પ્રતિપાદન દ્વારા હિન્દુ ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે કટિબદ્ધ એક પ્રકારે સંસદની ગરિમા મુજબની આ પરમ ધર્મ સંસદ છે જેમાં પ્રત્યેક સંસદીય ક્ષેત્રમાંથી ધર્માસદો નિયુક્તિ કરાઇ છે તેવા સમગ્ર દેશમાંથી ૫૪૪ પ્રતિનિધિઓ ઉપરાંત ૨૮૧ ધર્મ વિષયના તજજ્ઞ અને દેશની ચાર
પીઠોમાંથી, ચાર ધામમાંથી, બાર જ્યોતિર્લિંગમાંથી, ૫૧ શક્તિપીઠમાંથી, પાંચ વૈષ્ણવાચાર્યમાંથી આમ, તમામ વૈદિક સંપ્રદાયો અને બિનહિંદુ સંપ્રદાયના પ્રતિનિધિઓ તેમજ રાષ્ટ્રિય કક્ષાની તમામ રાજનૈતિક
પાર્ટીમાંથી પ્રતિનિધિઓનો સમાવેશ કરાયો છે.
આ ઉપરાંત વિદેશમાં જ્યાં હિન્દુ વસે છે તેવા દેશોમાંથી
પણ એક એક પ્રતિનિધિ મળીને કુલ ૧૦૦૮ પ્રતિનિધિઓની આ સભાના પરમાધ્યા પરમ ધર્મધીશ પૂજ્યપાદ જ્યોતિષ
પીઠાધીશ્વર એવમ દ્વારકા શારદાપીઠના ઈશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ છે તેમજ પ્રવર ધર્માધીશ પૂજ્યપાદ સ્વામી અવીમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ છે. તેઓની નિશ્રામાં સનાતન ધર્મના પડકારો, વિચારો, પ્રશ્નો અને ધર્મ સંબંધી તમામ મોરચાનું સફળ સંચાલન થાય તે માટે ૧૦૮ ભિન્ન-ભિન્ન સેવાલયોની સ્થાપના કરવામાં આવી છે.
આગળના તબક્કામાં રાજ્યસ્તર ઉપર વિધાનસભાની તર્જ ઉપર એક પરમધર્મ સભાનું ગઠન પ્રત્યેક પ્રદેશમાં કરવામાં આવનાર છે અને તે જ રીતે ગુજરાત રાજ્યમાં ૧૮૨ ધર્મધાયકોની નિયુક્તિ કરવામાં આવશે જેના અનુસંધાને ગુજરાત બનાસકાંઠાના ધર્માસદ કિશોર દવે શાસ્ત્રી દ્વારા બનાસકાંઠાના સાત વિધાનસભાઓના પ્રતિનિધિ અર્થાત ધર્મધાયકોની નિયુક્તિની  ઘોષણા કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News