ધાનેરા નગરપાલિકા પ્રમુખની અવિશ્વાસની દરખાસ્તનો રકાસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-14 11:32:45
  • Views : 438
  • Modified Date : 2019-11-14 11:32:45

ધાનેરા નગરપાલિકા પ્રમુખ સામે ભાજપના ૧૧ સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવતા બુધવારે આ બાબતે બેઠક રાખવામાં આવતા ૨૮ સભ્યો પૈકીના અવિશ્વાસ
પસાર કરવા માટે ૧૯ સભ્યોની જરૂર સામે  ભાજપના ૧૧ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તને ટેકો આપ્યો હતો. જેથી અવિશ્વાસની દરખાસ્ત
પસાર થઇ ન હતી અને અવિશ્વાસની દરખાસ્તનો રકાસ થયો હતો.
ધાનેરા નગરપાલિકામાં ૨૮ બેઠકો પૈકીની ૧૭ બેઠકો કોંગ્રેસ અને ૧૧ બેઠકો ભાજપ પાસે છે. ધાનેરા પાલિકામાં પ્રમુખ તરીકે કોંગ્રેસના યુસુફખાન બેલીમ છે.  તેમનો વહીવટ પણ સારો ચાલે છે ત્યારે ભાજપના ૧૧ સભ્યો દ્વારા ૪ નવેમ્બરના રોજ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જેથી આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો હતો. જેથી આ અવિશ્વાસ પસાર કરવા માટે ધાનેરા નગરપાલિકા ખાતે બુધવારે બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ૨૮ પૈકીના ૨૭ સભ્યો હાજર રહ્યા હતા અને ઉપપ્રમુખ વસંતીબેન ગલચરના અધ્યક્ષસ્થાને સભાની શરૂઆત કરવામાં આવતા અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવા માટે ૧૯ સભ્યોની જરૂર હતી તે સામે માત્ર ભાજપના ૧૧ સભ્યોના મત મળ્યા હતા. જેથી પ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્તનો રકાસ થવા પામ્યો હતો.

Download Our B K News Today App



Related News