કુંભાસણ ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્થ પસાર કરાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-31 11:21:25
  • Views : 868
  • Modified Date : 2020-05-31 11:21:25

કુંભાસણ ગ્રામ પંચાયતના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ થતા ચકચાર મચી જવા પામી છે. વૈશ્વિક મહામારી કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યુ છે. તો બીજી તરફ પાલનપુર તાલુકાના કુંભાસણ ગામના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ થતા ગામનું
રાજકારણ ગરમાયું છે.
પાલનપુર તાલુકાના કુંભાસણ ગામની ગ્રામ પંચાયત દસ વોર્ડ ધરાવતી ગ્રામ પંચાયત છે. જે ગ્રામ પંચાયતના સાત જેટલા સભ્યોએ સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરતા ખળભળાટ મચી જવા
પામ્યો છે. જેમાં ગ્રામ પંચાયતના સભ્યોને વિશ્વાસમાં લીધા વગર ગ્રામ પંચાયતના સરપંચ મનસ્વી વહીવટ કરી ભ્રષ્ટાચાર સહિતના નવ મુદ્દાઓ પર અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જેમાં અગાઉ આ સભ્યોએ સામુહિક રાજીનામાં આપ્યા હતા, પરંતુ કોઈજ ઉકેલ ના આવતા આખરે સાત સભ્યોએ   પાલનપુર તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજૂ કરાયેલી દરખાસ્ત મુજબ કુંભાસણ ગ્રામ પંચાયતના સરપંચ પંચાયતના સભ્યોને વિશ્વાસમાં લીધા વગર અને ગ્રામ પંચાયતના સદસ્યોને વાંધો હોવા છતાં પણ વિકાસના કામોના બિલ કે વાઉચર
પંચાયતની મીટિંગમાં વંચાણે લીધા વગર બારોબાર ચૂકવી દેવામાં આવે છે. વર્ષ ૨૦૧૬ થી ૨૦૧૯ સુધીના સમયગાળામાં સફાઈના કામની ગ્રાન્ટમાં થયેલા ભ્રષ્ટાચાર,  ચણાસર તળાવના બાવળની હરાજી તેમજ ગૌચરમાં આવેલ બાવળની હરાજીમાં થયેલ ભ્રસ્ટાચાર,  દાતાઓ દ્વારા આપવામાં આવેલ ફાળાના હિસાબો,  પંચાયત દ્વારા આચરેલ ભંગારના નાણાં,  બેન્ક ભાડા પેટે આવતા નાણાં,  નવી ડેરી પાસે બનાવેલ પ્રોટેકશન દીવાલ, તેમજ મંદિરમાં નાખેલ બ્લોકમાં ગેરરીતિ અને ૧૪ માં નાણાં પંચ તેમજ અન્ય કામોમાં બ્રષ્ટચાર સહિતના મુદ્દાઓને લઈ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.         

Download Our B K News Today App



Related News