થરા નગરમાં દરિયાલાલ દાદાની ભવ્ય શોભાયાત્રા નીકળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-07 06:34:21
  • Views : 523
  • Modified Date : 2019-04-07 06:34:21

ભારત અને પાકિસ્તાનમાં વસતા સિંધી ઠક્કર સમાજમાં ભગવાન હિંદુ ધર્મના રક્ષક ૨૫ માં અવતાર-તરૂણાવતાર લોહાણા કૂલોત્પન્ન પૂજ્ય દરિયાલાલ દાદાની જન્મ જયંતિનો જન્મોત્સવ દાદાના નવા વર્ષના પ્રથમ માસ ચૈત્રસુદ બીજના દિવસે દર વર્ષે  ઉત્સાહ ઉમંગભેર ઉજવવામાં આવે છે. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા- તાણા, ગોકુળ નગર સોસાયટી, ગોકુળિયા ગોગા મહરાજના મંદિરેથી સાંજે ૫ કલાકે દરિયાલાલ દાદાની મૂર્તિ સાથે રથમાં પૂજારા મકનજીભાઈ રાઘવજીભાઈ પરિવાર સાથે બેસી બગીઓ- બેન્ડવાજાની સુરાવલીઓ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી. જે હાઈવે સ્થિત બહુચર માતાજી મંદિરના ચોકમાં પહાંચતા ટ્રસ્ટીઓ તેમજ મંદિરના પૂજારી સોમભારથી ગોસ્વામીએ શોભાયાત્રાનું સ્વાગત કરેલ. ઠંડાપાણી, લીંબુ-સરબતનું વિતરણ શ્રી બહુચર માઈ મંડળ થરા તથા આઈસ કેન્ડી ડી.કેશવરામ તરફથી આપવામાં આવેલ. હાઈવે સ્થિત બહુચર માતાજી મંદિર નીલકંઠ મહાદેવ મંદિરના પટાંગણમાં બહેનોએ ગરબાની રમઝટ બોલાવી હતી. ત્યાંથી શોભાયાત્રા માર્કેટ ગરનાળું, ટોટાણા રોડ,પોલીસ સ્ટેશન થઈ સાંજે ૭ કલાકે નવ-નિર્માણ જલારામ બાપાના મંદિરે પહોંચેલ. જયાં દાદાના ભાવપૂર્વક ગરબા ગાઈ આરતી ઉતારી ભાવિક ભક્તોને સ્વ.પૂજ્ય લીલાબેન મણીલાલ પૂજારા પરિવારના જસવંતલાલ, દિનેશચંદ્ર, રમેશકુમાર, અરવિંદકુમાર, અશોકકુમારે ભોજનપ્રસાદ પિરસેલ સમૂહ ભોજનપ્રસાદ લઈ સૌ શ્રધ્ધાપૂર્વક દાદાને વંદન કરી છૂટા પડેલ.

આ શોભાયાત્રામાં પ્રહલાદભાઈ એલ.આચાર્ય (શિક્ષક   થરા અનુપમ  પ્રા.શાળા નં.-૨),  ફરશુભાઈ જોષી, અચરતલાલ સી.ઠક્કર, નિરંજનભાઈ ઠક્કર, રાજુભાઇ ઠકકર, કનુભાઇ ઠકકર, હર્ષદભાઇ ઠકકર, કિશોરભાઈ ઠક્કર, ચમનલાલ મકનજીભાઈ ઠક્કર, શાંતિભાઇ ઠકકર, રમેશભાઈ ઠક્કર, હર્ષદકુમાર ઈશ્વરલાલ ઠક્કર, મધુભાઈ ઠક્કર, દિપકભાઈ ઠક્કર -અંબુજા, વસંતલાલ ઠક્કર, ભરતભાઈ ઠક્કર, હસુભાઈ ઠક્કર -જોગમૈયા વગેરે કાર્યકર મિત્રો પોતપોતાના ધંધા રોજગાર બંધ કરી શોભાયાત્રામાં જોડાયા હતા. 


Download Our B K News Today App



Related News