દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું ગુજરાતમાં આવનાર વાયુ ચક્રવાત વિશે રસપ્રદ માહિતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-12 10:57:44
  • Views : 475
  • Modified Date : 2019-06-12 10:57:44

સમગ્ર ગુજરાતના દરિયા કાંઠે વાયુ વાવાઝોડાને ત્રાટકવાને થોડા જ કલાકની વાર છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં તંત્ર ખડેપગે ગોઠવી દેવાયું છે. દરિયા કાંઠે એલર્ટ જાહેર કરાયું છે. વાવઝોડાને લઈને નુકસાની વેઠવી પડી શકે છે. બે દિવસની અતિભારે વરસાદ અને વાવાઝોડાને લઈને વહીવટી તંત્ર ચિંતિત થયું છે. ત્યારે વાવાઝોડાના કારણે સુરતના ડુમસ અને ગણેશ બીચ બંધ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ વાવાઝોડાના સંકટને પગલે તંત્ર પણ સાબદુ બન્યું છે, તેમજ લોકોનાં સ્થળાંતર સહિતની કાર્યવાહી શરૂ કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાવાઝોડા અંગે નિવેદન આપતા જણાવ્યું કે, બુધવારે કેબિનેટની બેઠકમાં ફક્ત વાવાઝોડા પર જ ચર્ચા કરવામાં આવશે. રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, વહીવટી તંત્ર તમામ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે.

Download Our B K News Today App



Related News