બનાસકાંઠામાં એશિયાની સૌથી મોટી બનાસ ડેરીમા કથિત કૌભાંડની નનામી પત્રિકાઓ વહેતી થતા ફરિયાદ નોંધાઈ...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-19 18:33:21
  • Views : 1622
  • Modified Date : 2020-06-19 18:33:21

એશિયાની સૌથી મોટી બનાસ ડેરી ના ચેરમેન અને પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. બનાસડેરી ની ચૂંટણીઓ ટૂંક સમયમાં જ થવાની છે ત્યારે ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી એ કૌભાંડો કર્યા હોવાના આક્ષેપ સાથે નનામી પત્રિકાઓ વહેતી થઇ છે. ચૂંટણી નજીક આવે તે પૂર્વે જ બનાસડેરી રાજકારણ પર ગરમાયુ છે બનાસકાંઠા માં છેલ્લા એક અઠવાડિયાથી આવી નનામી પત્રિકાઓ ફરતી થઈ છે. જેમાં ચેરમેન શંકર ચૌધરીએ 340 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાની વિગતવાર માહિતી દર્શાવવામાં આવી છે અને આ તમામ પત્રિકાઓ બનાસડેરીના મંત્રીઓ સભાસદો સહિત ડેરીના સંલગ્ન તમામ લોકોના ઘરે મોકલવામાં આવી છે ત્યારે આવી પત્રિકાઓ થી બનાસડેરીની પ્રતિષ્ઠાને નુકસાન થતું હોવા મામલે ડેરીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને પાલનપુર તાલુકા પોલીસ મથકે પત્રિકા વહેતી કરનાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે

Download Our B K News Today App



Related News