રાજકોટમાં દુકાનદારની નજર ચુકવીને મહિલા સાડી ચોરીને રફુચક્કર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-14 15:36:19
  • Views : 103
  • Modified Date : 2023-07-14 15:36:19

રાજકોટમાં એક મહિલાએ સાડીની દુકાનમાંથી સાડી ચોરતા CCTV માં કેદ થઈ છે. મહિલાએ નજર ચુકવીને સીફતપૂર્વક સાડીની ચોરી કરીને દુકાનમાંથી બહાર નિકળી જઈ રહી છે. સાડી ચોરતી આ મહિલાઓનો વિડીયો સામે આવ્યો છે અને તે હવે વાયરલ થવા લાગ્યો છે. ઘટના લાખાજી રોડ પરની છે. જ્યા એક દુકાનમાં મહિલા સાડી ખરીદવા ગ્રાહકના રુપમાં આવે છે અને જ્યા દુકાનદારની નજર ચુકવીને તે સાડીને પોતાની પાસે રહેલી એક બેગમાં ભરી દે છે અને બાદમાં તે રફુચક્કર થઈ જાય છે.દુકાન દાર અન્ય ગ્રાહકને સાડી બતાવવામાં વ્યસ્ત હોય છે. એ દરમિયાન જ આ મહિલા નજર ચૂકવતા સાડીને સીધી જ પોતાની બેગમાં સરકાવી દે છે. ઘટનામાં બે મહિલાઓ વિડીયોમાં જોવા મળી રહી છે. જેમાંથી એક મહિલા છે જે, આ સાડીને ચોરી કરીને આરામથી દરવાજો ખોલીને દુકાનની બહાર નિકળીને રફુચક્કર થઈ જાય છે. ઘટનાનો વિડીયો હવે વાયરલ થવા લાગ્યો છે. આ પહેલા એક ટામેટા ચોરીનો વિડીયો પણ વાયરલ થવા લાગ્યો છે.

Download Our B K News Today App



Related News