સીમા સુરક્ષા બળ ૧૦૯ વાહિની દ્વારા દાંતીવાડા ખાતે Dare Devil Show યોજાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-13 11:18:32
  • Views : 337
  • Modified Date : 2021-09-13 11:18:32

     સીમા સુરક્ષા બળ ૧૦૯ વાહિની દ્વારા આઝાદીના અમૃત મહોત્સવના ઉપલક્ષ્યમાં તા. ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ સાંજે ૪ વાગે સરદાર કૃષિનગર વિશ્વવિદ્યાલ દાંતીવાડા પરિસરમાં યુનિવર્સિટી ભવનની સામે આવેલ રસ્તા પર સીમા સુરક્ષા બળની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત મોટર સાયકલ જાંબાજ અને સીમા ભવાની ટીમ દ્વારા Dare Devil Shoe નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સીમા સુરક્ષા બળની જાંબાજ (પુરૂષ) અને સીમા ભવાની (મહિલા) ટીમ મોટર સાયકલ દ્વારા પોતાનું કરતબ અને પ્રદર્શન કરશે. આ ટીમ ગણતંત્ર દિવસ પરેડમાં ૨૬ જાન્યુઆરીએ દિલ્લીના રાજપથ પર પોતાના પ્રદર્શન દેખાડશે. અને આ ટીમ હાલમાં તા. ૨૫ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ સાબરમતી રિવર ફ્રંટ અમદાવાદમાં પોતાનું સફળ પ્રદર્શન દેખાડયું છે. ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૧ ના પ્રદર્શન દેખવા જાહેર જનતાને આમંત્રણ કરવામાં આવ્યું છે.

Download Our B K News Today App



Related News