બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓનો રિકવરી રેટ ૭૮.૮૨. ટકા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-18 11:13:06
  • Views : 495
  • Modified Date : 2020-05-18 11:13:06

ર્ડાકટરો, નર્સો અને મેડીકલ તથા પેરામેડીકલ સ્ટાફની
રાત-દિવસની અથાગ મહેનતે રંગ લાવ્યો છે. જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓનો રિકવરી રેટ ૭૮.૮૨ ટકા છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોનાને હરાવનાર અત્યાર સુધી
કુલ-૬૭ વ્યક્તિઓને ઘેર જવાની રજા અપાઇ છે. જિલ્લામાં કુલ-૮૪ લોકો કોરોના સંક્રમિત થયા છે જેમાંથી કુલ-૬૭ દર્દીઓ સાજા થતાં તેમને હોÂસ્પટલમાંથી ઘેર જવાની રજા આપવામાં આવી છે. અત્યારે બનાસકાંઠા જિલ્લાના ૧૩ અને ૧ મધ્યપ્રદેશનો ૩૨ વર્ષીય યુવાન કોરોના પોઝીટીવ દર્દી સારવાર હેઠળ છે. બનાસ મેડીકલ કોલેજ સંચાલિત પાલનપુર સિવિલ હોÂસ્પટલમાં  અને ડીસા ગાંધીલિંકન ભણશાળી કોવિડ હોÂસ્પટલમાં   કુલ-૧૪ કોરોના પોઝીટીવ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી ૧ દર્દીની સ્થિતિ ક્રિટીકલ છે જયારે ૧૩ દર્દીઓની સ્થિતિ સારી છે તેમ આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે.
અત્રે ઉલ્લેનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી ૧૨૫૮ અને ૫ રાજસ્થાનના એમ કુલ-૧૨૬૩ વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. જેમાંથી ૧૧૨૧ સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા. જયારે ૮૪ સેમ્પલના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. જેમાંથી સાજા થયેલા ૬૭ વ્યક્તિઓને હોÂસ્પટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી ૪ દર્દીઓના મોત થયા છે. અને ૫૬ સેમ્પલના
 રિપોર્ટ આવવાના બાકી છે.

Download Our B K News Today App



Related News