મહુડીમાં આયુર્વેદ હોમિયોપેથી મેગા નિદાન કેમ્પનો ૯૮૬ દર્દીઓએ લીધો લાભ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-15 11:51:10
  • Views : 403
  • Modified Date : 2020-03-15 11:51:10

આયુર્વેદ શાખા જિલ્લા
પંચાયત ગાંધીનગર દ્વારા  માણસા તાલુકાના મહુડીમાં આયુર્વેદ હોમિયોપેથી  મેગા નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો તેનો ૯૮૬ દર્દીઓએ લાભ લીધો હતો. આ ઉપરાંત રોગપ્રતિરોધક શક્તિવર્ધક આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરતાં ૩૫૦૦ લોકોએ લાભ લીધો હતો.
આ પ્રસંગે સાંધાના રોગોના ૧૯૨ દર્દીને સારવાર અને ૧૨૩ દર્દીને અગ્નિકર્મ કરવામાં આવ્યું હતું. દાંતના ૬૯ દર્દીઓને તપાસવા સાથે ૩૨ દર્દીઓમાં દંતોત્પાટન કરવામાં આવ્યું હતું. વંધ્યત્વ- સ્ત્રીરોગના ૪૧, બાલરોગના ૧૩૩, સ્થૌલ્યના ૨૩, મધુમેહના ૩૫, હોમિયોપેથી જનરલ ઓપીડીના ૨૩૭ અને આયુર્વેદ જનરલ ઓપીડીના ૨૫૬ દર્દી મળી કુલ  ૯૮૬ દર્દીઓએ સારવાર મેળવી હતી.
આ પ્રસંગે વૈદ્ય ભાવનાબેન પટેલ નિયામક, આયુષની કચેરીએ લોકોને નજીકના આયુર્વેદ અને હોમિયોપેથી દવાખાનાની મુલાકાત લઇ કોરોના, સ્વાઈન ફ્‌લૂ રોગોથી બચવા નજીકના આયુર્વેદ અને હોમિયોપેથી નિષ્ણાંત ડોકટરની સલાહ મુજબ આયુર્વેદીય ઉકાળા અને હોમિયોપેથી દવા લેવા જણાવ્યું હતું. આ પ્રસંગે મહુડીના ગ્રામજનો અને દર્દીઓને કોરોનાથી બચાવ માટે હોમિયોપેથીક દવા આર્સેનિક આલ્બમ-૩૦નું  વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરેશભાઇ પટેલ, ધારાસભ્ય તેમજ આગેવાનો નરેશજી
ઠાકોર, કિર્તિબેન પટેલ, આશાબા કાળુસિંહ, જીલાબેન દૂરસિંહ, બિહોલા જગતસિંહ, જશવંતસિંહ રતનસિંહ, સંગીતાબા રંગુસિંહ, સરપંચ મહુડી તથા ગામના અગ્રણીઓની હાજરીમાં કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

Download Our B K News Today App



Related News