સિવિલની બેદરકારી ઃ બે દિવસથી ગુમ કોરોના દર્દીની લાશ ટોઇલેટમાંથી મળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-10 11:36:06
  • Views : 763
  • Modified Date : 2021-04-10 11:36:06

કોરોના વાયરસથી આરોગ્ય સેવાઓ તહસનહસ થઇ ગઇ છે. હોસ્પિટલમાં કામગીરી ખોરવાઇ ગઇ છે. તેવા સમયે ગાંધીનગર સિવિલની ઘોર બેદરકારી સામે આવી છે. શહેરના સેક્ટર ૨૦મા રહેતા આધેડને કોરોના થતા તેમને દાખલ કરાયા હતા. પરંતુ આ દર્દી છેલ્લા બે દિવસથી સિવિલમાંથી ગુમ થતા
બેદરકારી સામે આવી છે.
પરિવારજનોએ ગત મોડી રાત્રે પોતાનું સ્વજન નહિ મળતા
પત્થરમારો પણ કર્યો હતો. આધેડના પરિવારજનોએ સિવિલનો સંપર્ક કરતા સત્તાધિશોના મોઢા સીવાઇ ગયા હતા. વોર્ડના ટોઇલેટમાંથી લાશ મળી આવી હતી.
પાટનગરની સિવિલ
હોસ્પિટલમાં લાલીયાવાડીએ હદ વટાવી દીધી છે. સામાન્ય દિવસોમાં આરામ કરવા ટેવાયેલા તબીબોને કોરોના કેસ આવતા સત્તાધીશોને પરસેવો છુટી ગયો છે. શહેરના સેક્ટર ૨૦ સર્કિટ હાઉસમાં રહેતા ૫૨ વર્ષિય અશ્વિન અમૃતલાલ કનોજીયા ગત ૬ એપ્રિલના રોજ કોરોનાને લઇને દાખલ થયા હતા. પરંતુ ૭ એપ્રિલના રોજ ૪૦૧ વોર્ડ નંબરના બેડ નંબર ૧૫ ઉપર જાેવા મળ્યા ન હતા. જેને લઇને તેમના
પરિવારજનોએ ગત ગુરૂવાર મોડી રાત્રે સિવિલમા પત્થરમારો કર્યો હતો. જ્યારે સત્તાધિશો અને સ્ટાફને પોતાનું સ્વજન
પરત આપવા માથાકૂટ થઇ હતી.
સિવિલમાંથી ગુમ થયેલા દર્દીને શોધવા માટે આખી સિવિલને માથે લેવામાં આવી હતી. પરિવારજનો દ્વારા
પોલીસને પણ બોલાવવામાં આવી હતી. બે દિવસ સુધી સિવિલના સત્તાધિશો દર્દીને શોધવામાં અસફળ રહ્યા હતા. જ્યારે સમગ્ર મામલાને દબાવી રાખ્યો હતો. પરંતુ શુક્રવારે સાંજે ૫ વાગ્યાના અરસામાં અશ્વિનભાઇની મૃત હાલતમાં વોર્ડના ટોઇલેટમાંથી લાશ મળી આવી હતી. વોર્ડમાં ફરજ બજાવતા સ્ટાફ અને સિવિલની બેદરકારીના કારણે એક દર્દીનું મોત થયું છે.

Download Our B K News Today App



Related News