બનાસકાંઠાના દાનવીર અને ગુજરાત બક્ષીપંચ મોરચાના મંત્રીએ પોતાના માદરે વતન ગામને દત્તક લીધું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-15 12:37:08
  • Views : 516
  • Modified Date : 2021-10-15 12:37:08

 

ગુજરાત સરકારની વતન પ્રેમ યોજના થકી બહાર વસતા લોકો પોતાના માદરે વતન ના વિકાસ માટે આગળ આવી સહયોગ આપે તે માટે સરકારે યોજનાની શરૂઆત કરી છે ત્યારે બનાસકાંઠા જિલ્લા ના દાનવીર અને ગુજરાત બક્ષીપંચ મોરચાના મંત્રી પી એન માળીએ ( શેઠ ) પોતાના માદરે વતન રાણપુર ગામને દત્તક તેના વિકાસ માટે જાહેરાત કરતા તેમનું ગ્રામજનો દ્વારા સ્વાગત કરાયું હતું.

 

ગુજરાત બક્ષી મોરચા ના મંત્રી અને દાનવીર પી એન માળી ( શેઠ ) હંમેશા સેવાકીય પ્રવૃત્તિ ઓમાં આગળ રહે છેઅતિવૃષ્ટિ હોય કે અનાવૃષ્ટિ કે પછી કોરોનાકાળ પી એન માળીએ જ્યારે જ્યારે જિલ્લા માં કોઈ આપત્તિ આવી છે ત્યારે ત્યારે તેઓ લોકોની પડખે ઉભા રહ્યા છે. જેથી ગતરોજ તેમના માદરે વતન રાણપુર આથમણાવાસ ગામે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.કોરોના કાળ દરમ્યાન કરેલ માનવસેવા અને કોરોના કાળ દરમ્યાન પશુઓને ઘાસચારો, શિક્ષણ માટે વિદ્યાર્થીઓ ની ફી ભરી શિક્ષણ દાન કરવા બદલ અને ભાજપે બક્ષીપંચ મોરચા માં પ્રદેશ મંત્રી ની જવાબદારી આપતા ગ્રામજનો દ્વારા પી એન માળી નું ભવ્ય સ્વાગત કરાયું હતું..રાણપુર ના ગ્રામજનો ફુલહાર,સાફો અને તલવાર આપી સ્વાગત સાથે કોરોના કાળમાં  સેવા કરવા બદલ આભાર વ્યક્ત કરેલ. પ્રસંગે પી એન માળીએ રાણપુર ગામને દત્તક લેવાની જાહેરાત કરી ગામને ક્યાય કોઈપણ તકલીફ પડે અથવા કંઈપણ જરૂર પડે તો વિના સંકોચે આવવા અનુરોધ કરતા ગ્રામજનોએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમની જાહેરાત બાદ હવે ગામમાં આરોગ્ય, શિક્ષણ સહિતલોકો ની સુખાકારી વધશે તેવો ગ્રામજનોએ આશાવાદ વ્યક્ત કર્યો હતો.

 

 

Download Our B K News Today App



Related News