બનાસકાંઠાના દાંતીવાડા તાલુકામાં વધુ ૩ પોઝીટીવ કેસ નોંધાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-20 10:30:52
  • Views : 2324
  • Modified Date : 2020-05-20 10:30:52

દાંતીવાડાના ભાંડોત્રા ગામે ૨૮ વર્ષિય સગર્ભા મહિલાનો રિપોર્ટ પોઝિટિવ


બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના વધતા જતા સંક્રમણને કારણે લોકોના સ્વાસ્થ્યને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યુ છે. ત્યારે સોમવારે મોડી સાંજે વધુ ત્રણ વ્યક્તિઓના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ચકચાર મચી ગયો હતો. આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યા અનુસાર દાંતીવાડા તાલુકામાં આવેલ શેરગઢ ગામમાં મુંબઈથી આવેલા પિતા-પુત્રનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જ્યારે  ભાંડોત્રા ગામે ૨૮ વર્ષિય સગર્ભા મહિલાનો રિપોર્ટ પોઝિટિવ છે. જેમને પાલનપુરની કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ સાથે બનાસકાંઠા જિલ્લામાં પોઝીટીવ દર્દીઓની કુલ સંખ્યા ૯૦ થવા પામી છે જ્યારે કોરોનાથી અત્યાર સુધીમાં ૪ વ્યક્તિઓના મોત નિપજ્યા છે.


બનાસકાંઠા જિલ્લામાં એક તરફ કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા વધી રહી છે, ત્યારે બીજી તરફ સ્વસ્થ પણ થઈ રહ્યા છે. હવે માત્ર બનાસકાંઠા જિલ્લામાં ૮  દર્દીઓ સારવાર હેઠળ છે. ત્યારે આવી સ્થિતિમાં જિલ્લામાં સોમવારે મોડીસાંજે વધુ ત્રણ વ્યક્તિઓના  રિપોર્ટ પોઝીટીવ આવતા વહીવટી તંત્રમાં  દોડધામ મચી ગઇ હતી. આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર દાંતીવાડા તાલુકાના શેરગઢ ગામ મુંબઈથી આવેલ પિતા-પુત્રનો રિપોર્ટ  પોઝીટીવ આવ્યો છે. જ્યારે ાંતીવાડાના ભાંડોત્રા ગામે ૨૮ વર્ષિય સગર્ભા મહિલાનો રિપોર્ટ પોઝિટિવ છે. જેમને પાલનપુરની કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.  આ સાથે જિલ્લામાં પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા ૯૦ થવા પામી છે. જ્યારે કોરોનાથી અત્યાર સુધીમાં ૪ વ્યક્તિઓના મોત નિપજ્યા છે. 

Download Our B K News Today App



Related News