દાંતીવાડા ડેમમાં 19920 ક્યુસેક પાણીની આવક થઈ : બનાસનદીમાં નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-23 11:17:53
  • Views : 5100
  • Modified Date : 2021-09-23 11:19:03

     રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે બનાસકાંઠા ના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં પાણી આવક શરૂ થઈ હતી. ડેમ માં પાણીની આવક વધતા ખેડૂતોમાં પણ ખુશી નો માહોલ છવાયો હતો અને સતત નહીવત વરસાદ ના કારણે તળિયે ગયેલા ભૂગર્ભ જળ ઊંચા આવવાની ખેડૂતોને આશા જાગી છે.

 

     બનાસકાંઠા જિલ્લાના રાજસ્થાન તરફ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને ને પગલે બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસનદી બે કાંઠે વહેવા લાગી હતી. છેલ્લા બે દિવસથી લગાતાર ભારે વરસાદ થતાં રાજસ્થાન માંથી નીકળી બનાસકાંઠા માં આવતી બનાસનદી પણ બે કાંઠે શરૂ થઈ ગઈ હતી. જેને લઈ દાંતીવાડા ડેમમાં અત્યારે 19920 ક્યૂસેક જેટલા પાણી ની આવક નોંધાઈ છે. દાંતીવાડા ડેમ માં હાલ 9 ટકા જેટલું પાણી છે જેની સપાટી 551 ફૂટ છે જ્યારે ડેમની ભયજનક સપાટી 604 ફૂટ છે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષથી સતત વરસાદ ઘટતા દાંતીવાડા સહિત બનાસકાંઠા જિલ્લાના ત્રણેય જળાશયો ખાલીખમ થઈ ગયા હતા. આ વખતે દાંતીવાડા ડેમમાં માત્ર 8 ટકા જેટલુ જ પણ હતું. અને આજુબાજુના વિસ્તારોમાં પણ પાણી ન તળ1 હજાર ફૂટથી પણ વધુ ઊંડા જતા રહ્યા હતા ત્યારે હવે આ વર્ષ પહેલીવાર ડેમમાં પાણીની સપાટીમાં વધારો થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી ખેડૂતોને ભૂગર્ભજળ ઊંચા થવાની આશા જાગી છે.

Download Our B K News Today App



Related News