બનાસ નદીમાં નવા નીર આવતા દાંતીવાડા ડેમમાં મોટી આવક થઈ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-18 15:55:55
  • Views : 128
  • Modified Date : 2023-06-18 15:55:55

બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ બિપરજોય વાવાઝોડાની અસરને લઈ વરસ્યો છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ, પાલનપુર, ધાનેરા અને ડીસા સહિતના તાલુકાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. રાજસ્થાન અને બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને લઈ બનાસ નદીમાં નવા પાણી આવતા દાંતીવાડા ડેમમાં મોટી આવક નોંધાઈ હતી. દાંતીવાડા ડેમમાં રવિવારે વહેલી પરોઢે 63 હજાર ક્યુસેકથી વધારે આવક નોંધાઈ હતી. જેને લઈ દાંતીવાડા ડેમમાં પાણીનો જથ્થો 15 ટકા જેટલો માત્ર એક જ રાત્રી દરમિયાન વધ્યો હતો. સીપુ ડેમમાં 5 કલાકમાં જ 10 ટકા પાણીનો જથ્થો વધ્યો હતો.ધોધમાર વરસાદને લઈ રસ્તાઓ અને રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. અનેક વિસ્તારોના રસ્તાઓ પાણી ભરાઈ જવાને લઈ બંધ થઈ ગયા હતા. પાલનપુર થી આબુ નેશનલ હાઈવે પર પણ પાણી ભરાઈ જવાને લઈ વાહન વ્યવહારને ડાયવર્ટ કરવા પડ્યા હતા. આવી જ રીતે કેટલાક રસ્તાઓ પાણી ભરાઈ જવાથી બંધ થયા હતા. પરંતુ તાત્કાલીક ટીમો કામે લાગતા ફરીથી વાહનવ્યવહાર શરુ કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યા હતા.જિલ્લામાં ધોધમાર વરસાદના વાતાવરણ દરમિયાન શનિવારે મોડી સાંજે દાંતીવાડા ડેમમાં પાણીની નવી આવક નોંધાવવાની શરુઆત થઈ હતી. રાત્રીને 9 કલાકે પાણીનો નવો જથ્થો 28496 ક્યુસેક નોંધાયો હતો. જે શનિવારે વહેલી પરોઢ સુધી પ્રતિ કલાકે વધતો રહ્યો હતો. રાત્રીના બાર કલાકે પાણીનીવહેલી પરોઢે 4 કલાકે પાણીની આવક વધીને 63722 ક્યુસેક નોંધાઈ હતી. જ્યારે રવિવારે સવારે 6 કલાકે 64271 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. જોકે રવિવારે સવારે 9 કલાકે પાણીની આવકમાં ઘટાડો નોંધાયો હતો. દાંતીવાડા ડેમાં સવારે આવક ઘટીને 30 હજાર ક્યુસેકની આસપાસ રહી હતી.શનિવારે રાતભર જે રીતે પાણીની આવક દાંતીવાડા જળાશયમાં નોંધાઈ હતી. તેનાથી મોટો હાશકારો સ્થાનિકોને થયો હતો. દાંતીવાડા ડેમમાં 15 ટકાથી વધારે નવા પાણીનો જથ્થો જળાશયમાં ઉમેરાયો હતો. શનિવારે સાંજે 7 કલાકે જળાશયમાં પાણીનો જથ્થો 22.42 ટકા હતો. જે રવિવારે સવારે 9 કલાકે વધીને 38 ટકા થયો છે. આમ પાણીના જથ્થામાં સિઝનની શરુઆતે મોટો વધારો થયો છે. પાણીની આવકને જોવામાં આવેતો રવિવારે જળાશયમાં 40 ટકાથી વધુનો જળ જથ્થો થઈ ચુક્યો હશે.સીપુ ડેમમાં પણ વહેલી પરોઢે નવી આવક નોંધાઈ હતી. સવારે 5 કલાકે 61985 ક્યુસેક આવક નોંધાઈ હતી. સવારે 9 કલાકે આવક ઘટીને 7435 નોંધાઈ હતી. પરંતુ સીપુ નદીમાં આવક થવાને લઈ માંડ અઢી ટકા જળ જથ્થો ધરાવતા સીપુ ડેમમાં રવિવારે સવારે 12.64 ટકા જથ્થો નોંધાયો હતો. આમ સવારના પાંચ કલાકમાં જ 10 ટકા પાણીનો જથ્થો વધ્યો હતો.

Download Our B K News Today App



Related News