નર્મદાના નીર દાંતીવાડા ડેમમાં આવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-12 11:15:29
  • Views : 1384
  • Modified Date : 2019-08-12 11:20:14

દાંતીવાડા ડેમમાં ૫૦૦ કરોડથી વધુ રૂપિયાના ખર્ચે નાંખેલી પાઇપલાઇનમાં નર્મદાનું પાણી આવતા જિલ્લાવાસીઓ ખુશખુશાલ થઈ ગયા છે. બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ અને આગેવાનોએ પ્રથમ વખત આવેલા નર્મદા નીરના વધામણા કર્યા હતા.
બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે વરસાદનું પ્રમાણ નહિવત છે. જિલ્લાના મુખ્ય
દાંતીવાડાની વાત કરવામાં આવે તો હજુ જોઇએ તેટલું
પાણી દાંતીવાડા ડેમમાં નથી. સરદાર સરોવર ડેમ ઓવરફ્‌લો થતાં તેનો સીધો ફાયદો સરહદી વિસ્તારના લોકોને થઈ ગયો છે. બનાસકાંઠા જિલ્લામાં ૫૦૦ કરોડના ખર્ચે નર્મદાની પાઇપ લાઇન દાંતીવાડા ડેમમાં નાંખવામાં આવી હતી. તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે તેનું ઉદઘાટન કર્યા બાદ આજદિન સુધી આ
પાઇપલાઇનમાં પાણીનું એક ટીંપુ પણ આવ્યું ન હતું. પરંતુ રવિવારે નર્મદાના નીર
દાંતીવાડા ડેમ સુધી પહોંચતા સ્થાનિક લોકો અને આગેવાનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
નર્મદા ડેમ ઓવરફ્‌લો થતા તેનું પાણી અન્ય જિલ્લામાં તળાવો અને જળાશયોમાં નાંખવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત બનાસકાંઠામાં પણ આ નર્મદાની ૮૦ કિલોમીટર લાંબી પાઇપલાઇન દ્વારા  જિલ્લાના ૪૫ તળાવો, સુજલામ સુફલામ કેનાલ અને દાંતીવાડા ડેમમાં
પાણી નાખવાની શરૂઆત કરી દીધી છે.
આ બાબતે દાંતીવાડાના સ્થાનિક હેમરાજ ગોહિલે જણાવ્યું હતું કે દાંતીવાડામાં નર્મદાનું પાણી આવતા અમે ખૂબ જ ખુશ છીએ. જ્યારે અધિકારી  વાય.એસ.પટેલે જણાવ્યું હતું કે  નર્મદાના
પાણીથી જિલ્લાના ૪૫ તળાવો,  સુજલામ સુફલામ કેનાલ અને દાંતીવાડા ડેમમાં પાણી નાંખવામાં આવ્યું છે. બનાસકાંઠા સાંસદ પરબતભાઇ પટેલે જણાવ્યું હતું કે  નર્મદા ડેમ ઓવરફ્‌લો થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, આજે અમે વધામણા કર્યા છે.
પૂર્વ પાણી પુરવઠા મંત્રી અને બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબત પટેલે  નર્મદા નીરના વધામણા કર્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો તથા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
પરબત પટેલે નર્મદાના નીરને શ્રીફળ અને ફૂલો અર્પણ કરી વધામણા કર્યા હતા. દાંતીવાડા ડેમમાં આ વર્ષે ઓછું પાણી હોવાથી સો ક્યુસેક જેટલું પાણી દાંતીવાડા ડેમમાં છોડવામાં આવી રહ્યું છે. નર્મદાની પાઇપ લાઇનથી બનાસકાંઠા જિલ્લામાં કુલ ૩૦૦ ક્યુસેક પાણી આવી રહ્યું છે. જેમાંથી સો ક્યુસેક
પાણી સુજલામ સુફલામ કેનાલમાં જ્યારે સો ક્યુસેક
પાણી પાઇપલાઇનની વચ્ચે આવતા તળાવમાં છોડવામાં આવી રહ્યું છે.  જ્યારે ૧૦૦ ક્યુસેક પાણી દાંતીવાડા ડેમમાં છોડવામાં આવી રહ્યું છે. જિલ્લાના ૪૫ તળાવો નર્મદા ના પાણીથી ભરવાની કામગીરી ચાલુ છે.
૫૦૦ કરોડથી વધુના ખર્ચે દાંતીવાડા ડેમમાં નાખવામાં આવેલી નર્મદાની પાઇપલાઇન આજે સાચા અર્થમાં ખેડૂતો માટે જીવાદોરી બની છે. નર્મદાનું
પાણી દાંતીવાડા ડેમમાં આવતા જ ખાલીખમ પડેલો ડેમ
પાણીથી ભરપૂર ભરાશે તેવો આશાવાદ જિલ્લાવાસીઓ રાખી રહ્યા છે, ત્યારે જોવાનું એ રહેશે કે પાઈપલાઈન નંખાય  બાદ પ્રથમ વખત આવેલું
પાણી લોકોની કેટલી આશા
પૂર્ણ કરે છે.

Download Our B K News Today App



Related News