મેઘરાજાને મનાવવા માટે દાંતા ગામ સજ્જડ બંધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-15 11:15:46
  • Views : 391
  • Modified Date : 2019-07-15 11:15:46

બનાસકાંઠા વિસ્તારમાં અસહ્ય ગરમી પડી રહી છે.જ્યારે બીજીબાજુ ચોમાસાની સિઝનનો વરસાદ ઓછો થવાથી જિલ્લામાં તેમજ દાંતા વિસ્તારમાં ખૂબ જ ઓછો વરસાદ પડ્યો હોવાથી સ્થાનિક વેપારીઓ દ્વારા સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો અને ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી કે આ વર્ષે વરસાદ સારો પડે તો ખેડૂતોના પાક સારા થાય અને જમીનના ઉંડા ગયેલા પાણીના તળ ઉપર આવે તો સ્થાનિક લોકોને પાણીથી પડી રહેલી મુશ્કેલીનો પણ સુખદ અંત આવી શકે તેમ છે.આ સિવાય વેપારધંધામાં પણ વધારો થઇ શકે છે.આમ  સ્થાનિક લોકો દ્વારા આજુબાજુના ઉપલાવાસમાં આવેલ માતારાણી ભટીયાણીશાના મંદિરમાં વિશેષ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.


Download Our B K News Today App



Related News