વાયર ચોરોને પકડી પાડતી દાંતા પોલીસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-08 12:19:07
  • Views : 468
  • Modified Date : 2020-01-08 12:19:07

મે.પો. અધિક્ષક તરૂણ દુગ્ગલની સૂચનાથી મે ના.પો.અધિ.ઝનકાંત, સી.પી.આઈ. અંસારીના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ ડી.કે.બ્રહ્મભટ્ટ, રાહુલભારથી, સુરેશકુમાર નાઓએ ટુંડીયા ચોકડી પાસેથી જી.ઈ.બી.ના શક પડતા ચોરીના વાયરો ૪૦૦ કિલો કિં.રૂ.ર૦,૦૦૦/- તથા મોબાઈલ-૧ કિં.રૂ.પ૦૦ ઈલેક્ટ્રીક વાયર કટર-૧  કિં.રૂ.પ૦૦/- ઈલેક્ટ્રીક્સ વજન કાંટો-૧ કિં.રૂ.૧૦૦૦/- નો મુદ્દામાલ ભરેલ પીકઅપ ડાલુ નં.જીજે-૧- ડીએક્સ-પ૩૬૮ કિં.રૂ.૧,પ૦,૦૦૦/- મળી કુલ રૂ.૧,૭ર,૦૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપી મહાવીરસિંહ રાવત ઉવ.રર રહે.ઈશનપુર અમદાવાદ મૂળ રહે. રાજસ્થાન વાળાને પકડી પાડેલ છે અને કબ્જે કરેલ મુદ્દામાલ બાબતે તપાસ કરતા ગોરાડ યુ.જી.વી.સી.એલ.ના સબ
સ્ટેશનથી ચોરી થયેલ હોવાનું જણાવેલ હોઈ અને જે ચોરી
દાંતા યુ.જી.વી.સી.એલ. સબ ડીવીઝનના ઈલેક્ટ્રીક કોન્ટ્રાક્ટર કેશરભાઈ મેઠાભાઈ પટેલ રહે. થાણા જિ.બનાસકાંઠાવાળાએ ફરિયાદ આપતા દાંતા પો.સ્ટે. ઈ.પી.કો કલમ -૩૭૯,૧૧૪ મુજબનો ગુનો રની કરવામાં આવેલ. જે ગુનાના કામે આરોપી (૧) મનોહરસિંહ સરદારસિંહ જાતે.રાવત
(રાજપૂત) ઉ.વ.૩૪ ધંધો.૩૪ ધંધા. મજુરી (ર) પ્રહલાદસિંહ પન્નાસિંહ જાતે.રાવત
(રાજપૂત) ઉ.વ.૩૦ ધંધો.મજુરી બંન્ને રહે.કુંડેલી તા.દેવગઢ
જિ.રાજસમંદ (રાજસ્થાન (૩) બાબુસિંહ ચીમનસિંહ જાતે.રાવત (રાજપૂત) ઉ.વ.૩ર ધંધો.મજુરી રહે. ચોકીયા બોર તા.મારવાડ જંકશન જિ.પાલી રાજસ્થાન (૪) મહાવીરસિંહ કિશનસિંહ જાતે.રાવત (રાજપૂત) ઉ.વ.રર ધંધો.મજુરી હાલ રહે.સમ્રાટનગરની બાજુમાં, ઈસનપુર, અમદાવાદ તા,જિ.અમદાવાદ મુળ રહે.બિચ્છુદડા સુરેલા તા. આસિંદ જિ.ભીલવાડા (રાજસ્થાન) વાળાઓની અટક કરવામાં આવેલ છ. બીજા બે સહ આરોપીને પકડવાની તજવીજ ચાલુ છે અને ગુનાની તપાસ હાલમાં ચાલુ છે.

Download Our B K News Today App



Related News