બનાસકાંઠાના દાંતા ધારાસભ્યે જાસોર અભ્યારણને રાજસ્થાન માઉન્ટ આબુની જેમ યાત્રાધામ કે પ્રવાસન સ્થળ બનાવવાવિધાનસભામાં રજૂઆત કરી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-03 11:02:18
  • Views : 239
  • Modified Date : 2022-04-03 11:02:18

બનાસકાંઠાના દાંતા ધારાસભ્યેજાસોર અભ્યારણને રાજસ્થાન માઉન્ટ આબુની જેમ યાત્રાધામ કે પ્રવાસન સ્થળ બનાવવાવિધાનસભામાં રજૂઆત કરી હતી

 

બનાસકાંઠાના દાંતા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ વિધાનસભામાં કેદારનાથ જાસોર અભ્યારણને રાજસ્થાન માઉન્ટ આબુની જેમ યાત્રાધામ કે પ્રવાસન સ્થળ બનાવવવી રજૂઆત કરી છે. ગુજરાતમાંથી મોટી સંખ્યામાં રાજસ્થાન માઉન્ટ આબુ લોકો પ્રવાસનમાં જતા હોઈ છે જેને લઇ ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ વિધાનસભામાં જાસોર અભ્યારણને યાત્રાધામ કે પ્રવાસન સ્થળ બનાવવા રજૂઆત કરી છે.

બનાસકાંઠા જિલ્લાનું જાસોર અભ્યારણ અમીરગઢ તાલુકાના ઈકબાલગઢથી આઠ કિલોમીટર દૂર આવેલું છે, જાસોર અભ્યારણ અરવલ્લીની ગિરીમાળામાં એક કેદારનાથ મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જાસોર અભ્યારણ તેમજ કેદારનાથ મહાદેવના દર્શનાર્થ આવતા હોઈ છે. જેને લઇ દાંતા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ વિધાનસભામાં રજૂઆત કરી હતી. જેમાં રાજસ્થાન માઉન્ટ આબુમાં ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પ્રવાસમાં જતી હોય છે. એવી જ રીતે અમીરગઢ તાલુકાના જાસોર અભ્યારણ કેદારનાથને યાત્રાધામ કે પ્રવાસન સ્થળ બનાવવા માંગ કરી છે.

 

Download Our B K News Today App



Related News