પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી રાહત ભંડોળમાં યથાશક્તિ દાનનો અવિરત પ્રવાહ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-13 12:23:26
  • Views : 473
  • Modified Date : 2020-06-13 12:23:26

કોરોના વાયરસની મહામારી સામે સેવા પરમો ધર્મના સૂત્રને સાર્થક કરીને પ્રધાનમંત્રી રાહતનિધિ અને મુખ્યમંત્રી રાહત ભંડોળમાં ચારેય તરફથી દાનનો અવિરત પ્રવાહ વહી રહ્યો છે અને દેશ એકજુટ બનીને મહામારીને મ્હાત આપવા સજ્જ બન્યો છે. આવા કપરા સમયમાં દાન, સહાયનો અને માનવતાનો ધોધ માનવને જ બચાવી શકશે. કોરોના વાયરસ સામેના ફંડ તરીકે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી રાહતનિધિમાં ઉદાર હાથે ફાળો આપવાની અપીલને વ્યાપક પ્રતિસાદ મળ્યો છે.
મહેસાણા દૂધ સાગર ડેરી દ્વારા રૂ.૫૧ લાખ પી.એમ. કેર ફંડમાં અને રૂ ૨૫ લાખ મુખ્યમંત્રી રાહતનિધિનો ચેક જિલ્લા કલેકટરએચ.કે.પટેલને દૂધ સાગર ડેરી વતી ચેરમેન આશાબેન ઠાકોર અને હોદ્દેદારો દ્વારા અર્પણ કરાયો હતો. કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે આ અદ્રશ્ય વાયરસ સામે સમગ્ર વિશ્વ લડાઇ લડી રહ્યુ છે. ત્યારે આ સમયે દૂધ સાગર ડેરી દ્વારા જિલ્લાના સહકારી દૂધ ઉત્પાદકો સંઘના લાખો પશુપાલકો વતીથી રાહત ફંડમાં ચેક અર્પણ કરાયો હતો


Download Our B K News Today App



Related News