થરાદના ખાનપુર જવાના રસ્તા પર બિરાજમાન હજારો વર્ષ પૌરાણિક ડાંગેશ્વર મહાદેવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-26 11:30:30
  • Views : 322
  • Modified Date : 2020-10-26 11:30:30

થરાદ તાલુકાના ખાનપુર જવાના રસ્તા પર જે વીડી તરીકે જાણી છે ત્યાં આશરે ૬૭૬ વર્ષ પૌરાણિક મહાદેવનું મંદિર આવેલું  છે. આ મંદિરની સેવા પૂજા છેલ્લા ઘણા વર્ષોથી પ્રતાપપુરના ડાંગી પરિવારે દ્વારા કરવામાં આવી રહી છે આથી આ મહાદેવ ડાંગેશ્વર મહાદેવ તરીકે પ્રખ્યાત છે. જેનો ઈતિહાસ જાેવા જઈએ તો ઈ.સ. ૧૪૦૦ માં રાજસ્થાનના હોળીગામ અને આજુબાજુના વિસ્તારમાં ડાંગી શાખના આંજણા લોકો વસવાટ કરતા હતા. તેઓના ઈષ્ટદેવ કુલમુકતેશ્વર મહાદેવ હતા. પરંતુ અહી આંતરાવર્ષે ભયંકર દુષ્કર પડતો હતો. આથી તેઓનું જીનન જવવું કઠીન બની ગયું હતું. આથી આ ડાંગી સમાજ થરાદ (તે વખતે થીરપુર તરીકે ઓળખાતું હતું) આવી વસવાટ કર્યો. પરંતુ તેઓને દિકરાની બાબરી માટે છેક રાજસ્થાન કુલમુકતેશ્વર મહાદેવ ખાતે જવું પડતું હતું. ધીરે ધીરે આ પરિવારમાં સુખ સમૃદ્ધિ વધવા લાગી.  ડાંગી સમાજમાં તેમના એક મહાત્મા પણ હતા. આ મહાત્માએ હોળીગામ જવાની ઈચ્છા જાહેર કરી પરંતુ લોકોએ તેમને ના પાડી છતાં પણ મહાત્મા હોળી ગામ જઈ કુલમુકતેશ્વર મહાદેવની સેવા પૂજા કરવા લાગ્યા. ધીરે ધીરે ગામમાં સુખાકારી ઓછી થવા લાગી. આથી ગામલોકોએ મહાદેવની ભક્તિ કરી મહાત્માને પાછા લાવવા અરજ કરી. મહાદેવે ભક્તોની વિનંતી સાંભળી મહાત્માને સ્વપ્નમાં આવી કહ્યું કે હું ખાનપુર જવાના માર્ગ પાસે પાંચ પીલુડાના ઝાડ છે ત્યાં સ્વયંભુ પ્રગટ થઈશ. આથી કુલાપુરી મહાત્મા ત્યાં આવી મહાદેવની સ્થાપના કરી  ડાંગેશ્વર મહાદેવ તરીકે પ્રખ્યાત થયા.
આજે પણ ડાંગી પરિવાર તથા અન્ય ભકતજનો  મહાદેવની ભકિતભાવ તથા સેવા, પૂજા કરી ધન્યતા અનુભવે છે . મહાશિવરાત્રીના પાવન પર્વે   થરાદની વાડીમાં બિરાજમાન ડાંગેશ્વર મહાદેવ ખાતે મેળા ભરાય છે.  સર્વે સમાજના શિવભકતો મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે . આમ કુલામુકતેશ્વર મહાદેવની કૃપાથી અને મહાત્મા કુલપુરીની તપશ્ચર્યા અને ડાંગી શાખના આંજણા સમાજના લોકોની સાચી ભકિત અને સેવાના કુળ સ્વરૂપે હોળીગામથી સ્વયં મહાદેવજી ભકતોને વહારે થરાદની વીડીમાં આવી સ્વયંભૂ રીતે પ્રગટ થયા હતા.

Download Our B K News Today App



Related News