ડાંગરમાં ગાભમારાની ઈયળને કેમ ઓળખવી? જાણો અહીં વિગતે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-10 16:44:11
  • Views : 584
  • Modified Date : 2020-02-10 16:44:11

ડાંગરમાં ગાભમારાની ઈયળને કેમ ઓળખવી? જાણો અહીં વિગતે

ડાંગરના ગાભમારાની ઈયળનું ફૂદું ૧૨થી ૨૦ મિમી. જેટલી લંબાઈ  અને ૪૦ મિમી. પહોળું હોય છે. આ ફૂદાનો દેખાવ રંગે સૂકા ઘાસ જેવો અને આગળની પાંખ પીળાશ પડતી હોય છે. ઈયળ પીળાશ પડતા સફેદ રંગની સુંવાળી હોય છે. પુખ્ત ઇયળ ૨૫ મિમી. લાંબી થાય છે. ખાદ્યપાકો ડાંગર, કોદરા અને ધરો તેમજ મીઠા નીંદણ વગેરેમાં જોવા મળે છે.આ ઈયળ ડાંગરના છોડના થડને કોરી વચલા પીલાંને મારી નાખતી હોવાથી  ગાભમારાની ઈયળ કહેવાય છે. ઉપદ્રવ વધતાં પીલાં સુકાઈને સફેદ રંગના દેખાવા લાગે છે.માદાં ઈયળ ડાંગરના છોડની ટોચ પર ૧૦૦થી ૨૦૦ની સંખ્યામાં એક જૂથમાં જ મૂકે છે, ઈંડાં ઉપર પીળા રંગની રૂવાંટી હોય છે. એક અઠવાડિયાની ઈંડાં અવસ્થા પૂરી થતાં નીકળેલી ઈયળ એકાદ દિવસ છોડના કૂણા ભાગને ખાય છે અને તરત જ રાડાને કોચીને અંદર દાખલ થાય છે. ચાર પાંચ અઠવાડિયાં ગાભો ખાઈ અંદર કોશેટો બનાવે છે.ગાભમારાની ઈયળમાં કુદરતી પરજીવીકરણ થતું હોય છે. હાઈમેનોપ્ટેરા શ્રેણીની કેટલીક પરજીવી અને  પરભક્ષી ભમરીઓ આ કિટકનાં ઈંડાંનો નાશ કરે છે તેનો જૈવ નિયંત્રણમાં ઉપયોગ કરવો જોઈએ. ફૂદી ધરૂવાડિયામાં પાનની ટોચ પર જથ્થામાં ઈંડા મૂકે છે. ધરૂ રોપતાં પહેલાં આવા ઈંડાનો નાશ થાય તે રીતે ટોચનો ભાગ કાપી નાખવો. રોપણી પછી આશરે ૨૦ દિવસના અંતરે ૧૦ લિટર પાણીમાં  મોનોક્રોટોફેસ ૩૬ ટકા અથવા ક્વિનાલફેસ ૨૫ ઈસી ૧૨ મિલિ. અથવા ટ્રાયઝોફેસ ૪૦ ટકા ૨૦ મિલિ. દવાનો છંટકાવ કરવો જોઈએ.


Download Our B K News Today App



Related News