કોરોના ભૂલીને ડાંગમાં ભાજપી કાર્યકરોએ વિજયોત્સવ મનાવ્યો, DJના તાલે ડાન્સ કરી ફટાકડા ફોડ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-10 14:08:48
  • Views : 542
  • Modified Date : 2020-11-10 14:08:48

             આહવા ગવર્નમેન્ટ કોલેજ ખાતે યોજાયેલી ડાંગ વિધાનસભાની મતગણતરી વખતે કેસરીયા માસ્ક પહેરીને કાર્યકરો ઉમટી પડ્યાં હોય છે. પરંતુ કાર્યકરો પોતાના નેતા જીતી રહ્યા હોવાના અને લીડથી આગળ ચાલતા હોવાની ખુશીમાં માસ્કને ચહેરા પર લગાવતા દેખાતા નથી. કાર્યકરોના માસ્ક મોં અને નાકની નીચે જોવા મળે છે. સાથે જ સોશિયલ ડિસ્ટન્સનું પણ કોઈ જ પાલન ન કરવામાં આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે. સાથે જ 30 હજાર કરતાં વધુ મતથી વિજય પટેલને લીડ મળતાં જ ભાજપી કાર્યકરોએ ડીજે બોલાવ્યું હોય છે તેના ગીતો પર ડાન્સ કરવા લાગે છે. સાથે જ ફટાકડા ફોડીને વિજયોત્સવ મનાવવામાં આવે છે. કોરોના સંક્રમણ ભૂલીને કાર્યકરોએ તમામ નિયમોનો ઊલાળિયો કર્યો હોવાનું સામે આવ્યું છે.ડાંગ વિધાનસભા બેઠકની મતગણતરી આહવા ખાતે આવેલી ગવર્નમેન્ટ કોલેજ ખાતે સવારે આઠ વાગ્યાથી શરૂ થઈ હતી. પોસ્ટલ અને ત્યારબાદ ઈવીએમ મતોની ગણતરીમાં ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યાં હતાં. જેથી કાર્યકરો મોટી સંખ્યામાં ધીમે ધીમે એકઠા થયા હતાં. મતગણતરીના પરિણામો જાણવા મતગણતરી કેન્દ્રથી આ તમામને પોલીસે અટકાવી દીધા હતાં. જો કે, ત્યાં પણ આ કાર્યકરો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવા સહિતના નિમયોને પોલીસની હાજરીમાં ઘોળીને પી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતાં.ભાજપની લીડ મતગણતરી શરૂ થઈ ત્યારે પહેલા રાઉન્ડથી જ શરૂ થઈ ગઈ હતી. જેથી કાર્યકરો પણ મોટી સંખ્યામાં કોલેજની આસપાસ આવી ગયા હતાં. આવેલા કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવ્યું હોવાથી કોરોનાથી ઓછો સંક્રમિત ડાંગ વિસ્તારમાં સંક્રમણ વધે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

Download Our B K News Today App



Related News