ગુજરાતમાં મેઘરાજાનું આગમન, ડાંગમાં ગાજવીજ સાથે વરસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-11 17:31:47
  • Views : 564
  • Modified Date : 2019-06-11 17:31:47

અરબી સમુદ્રથી 30 કિલોમીટરની રફ્તારે આવતું ‘વાયુ’ નામનું વાવાઝોડું ગુજરાત તરફ આવી શકે એવી આગાહીના કરવામાં આવી છે. વાવઝુડુંને લઈને નુકશાની વેઠવી પડી છે બે દિવસની અતિભારે વરસાદ અને વાવાઝૂડને લઈને વહીવટી તંત્ર ચિંતિત થયું છે. ત્યારે વાવાઝોડાના કારણે સુરતના ડુમસ અને ગણેશ બીચ બંધ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ વાવાઝોડાના સંકટને પગલે તંત્ર પણ સાબદુ બન્યું છે, તેમજ લોકોનાં સ્થળાંતર સહિતની કાર્યવાહી શરૂ કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાવાઝોડા અંગે નિવેદન આપતા જણાવ્યું કે, બુધવારે કેબિનેટની બેઠકમાં ફક્ત વાવાઝોડા પર જ ચર્ચા કરવામાં આવશે. રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, વહીવટી તંત્ર તમામ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે.આ દરમિયાન ગુજરાતમાં મેઘરાજાનું આગમન થઇ ગયું છે. ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. અને ગાજ વીજ સાથે વરસાદનું આગમન થઇ ગયું છે. ડાંગમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘાનું આગમન થયું છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમીમાંથી આશિંક રાહતમ મળી છે.

Download Our B K News Today App



Related News