ડાંગના કલાકારોએ ટ્રાઈબલ કોંકલેવમાં ભાગ લીધો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-23 14:44:45
  • Views : 82
  • Modified Date : 2023-11-23 14:44:45

ટાટા સ્ટીલ ફાઉન્ડેશન જમશેદ પુર દ્વારા આયોજિત સંવાદ કાર્યક્રમમાં ભારતદેશમાંથી 28 રાજ્યોના આદિવાસી કલાકારો, લીડરો, પર્યાવરણ વિદોએ ભાગ લીધો હતો, સંવાદ ટ્રાઈબલ કોંકલેવનું 15 નવેમ્બરે વિર બીરસા મુંડા ની જન્મ જયંતી તેમજ ઝારખંડ સ્થાપના દિન નિમિતે છેલા 10 વર્ષ થી આયોજન કરવામાં આવે છે.આ અવસરે ભારત દેશના તમામ રાજ્યો માંથી આદિવાસી સમુદાયના લોકો ભેગા થાય છે. જેમાં રિધમ ઓફ ધ અર્થ માં ડાંગ ના સુપ્રસિદ્ધ રેપર ટીઆર કામડીએ ચિંચલી ગામના પાવરી વાદક બડુંભાઈ પવાર તેમજ મૂરલ્યાભાઈ સાબળે અને સાંબળ વાદક સોમનાથભાઈ સોનવને સાથે મળી ડાંગના ભાયે (ડુંગર દેવ) માં ગવાતુ ધવળા બઇલ માના નંદી દેવ ગીત કેરલના માવિલન, માલાવેટુવન ટ્રાઈબ સાથે કમ્પોઝ કર્યું હતુ.જેમાં લદાખ નું સુપ્રસિદ્ધ રાષ્ટ્રીય આદિવાસી કલાકારોનું બેન્ડ ગ્રુપ દાશુગ્સ ના માર્ગદર્શન હેઠળ કૃતિ રજુ કરી હતી સાથે સાથે ડાંગના ધવલી દોડ ગામના કમલેશભાઈ ની ટીમ દ્વારા ભારત દેશના સૌથી મોટા સ્ટેજ ઉપર ડાંગના આ કલાકારો એ પોતાની આદિવાસી સંસ્કૃતીને ઉજાગર કરતું નૃત્ય રજૂ કરી ભારતદેશ માંથી આવેલ તમામ દર્શકોનું મન મોહી લીધુ હતુ.ડાંગના વાદ્યોના તાલ સાથે લોકો ને ઝૂમાવી ડાંગ જિલ્લાની સંસ્કૃતિ નો ડંકો વગાડ્યો હતો. ટાટા સ્ટીલ ફાઉંન્ડેશન ભારતના આદિવાસી સમુદાય ના લોકો માટે લીડરશિપ પ્રોગ્રામ, ફેલોશિપપ્રોગ્રામ, સંવાદ, જોહાર હાટ જેવાં વિવિધ કાર્યક્રમો નું અયોજન કરતું રહે છે. આવનાર ડિસેમ્બર2023 ની 1 થી 10 તારીખે યોજાતું ભારત દેશનું સૌથી મોટું મ્યુસિક ફેસ્ટિવલ હોર્નબિલ કે જેનું આયોજન નાગાલેન્ડ ખાતે કરવામા આવેલ છે જેમાં ડાંગ ના ગલી બોય જીજે 30 ટીઆર કામડી ભાગ લેશે.અન્ય આદિવાસી સમુદાયોની જેમ ડાંગના આદિવાસી સમાજના લોકો પણ  દક્ષિણ-પૂર્વ ગુજરાતમાં ડાંગ જિલ્લામાં સહ્યાદિરી ટેકરીઓ વચ્ચે પ્રકૃતિની નજીક રહે છે. પશ્ચિમ ઘાટનો એક ભાગ હોવાને કારણે આ આદિવાસી સમુદાય વૃક્ષો, પર્વતો, ધોધ, પક્ષીઓ અને પ્રાણીઓથી ઘેરાયેલો છે.ડાંગી નૃત્ય, તેમનો આનંદી નૃત્ય એ કુદરતનેસન્માન આપે છે. આદિવાસીઓના મતે તે તેમનું રક્ષણ કરે છે.પુરુષો અને સ્ત્રીઓ બંને સાથે મળીને દમદાર લોકનૃત્ય કરે છે.

Download Our B K News Today App



Related News