અંબાજીના અંતરીયાળ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-15 15:03:18
  • Views : 373
  • Modified Date : 2020-01-15 15:03:18

રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર વિસ્તરોમાં સ્વચ્છતાને લઈ અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે. સફાઈ ઝુંબેશને લઈ લાખો રૂપિયાના ખર્ચા કરાતા હોય છે. પણ યાત્રાધામ અંબાજીમાં  સફાઈ જાણે નામની થતી હોય તેવું લાગી રહ્યુ છે. અંબાજીમાં બજાર વિસ્તારમાં બે થી ત્રણ વખત સફાઈ કરવામાં આવે છે પણ અંબાજી શહેરના અંતરિયાળ વિસ્તારો ગંદકીથી ખદબદી રહ્યા છે. અંબાજી ભટવાસના પીપળાવાળા વિસ્તારના લોકો ગંદકીથી ત્રાહિમામ પોકારી ગયા છે. જ્યાં ગટરો પણ ગંદકીથી ઉભરાઈ રહી છે અને ગંદા પાણી જાહેર માર્ગ પર ભરાતા હોય છે. જેનાથી મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળાની ભીતિ સેવાઇ રહી છે. આ વિસ્તારના લોકો તાવ જેવી બીમારીથી સતત પીડાતા હોય છે. ગંદકીથી ભરાયેલી ગટરો તેમજ જાહેર માર્ગની ગંદકી દૂર કરવા અનેક વાર મૌખિક રજૂઆત કરવા છતાં પરિણામ મળતું નથી. ત્યારે આ  આ પીપળા વાળા એરિયામાં રહેતા ૩૫ ઉપરાંત પરિવારોમાંથી સહીઓ સાથે એક લેખિત ફરિયાદ અંબાજી ગ્રામપંચાયતને કરવામાં આવી છે. જો તાકીદે આ ગંદકી દૂર નહિ થાય અને કોઈ રોગચાળાના ભરડામાં લપેટાશે તો તેની સમગ્ર જવાબદારી ગ્રામપંચાયતની રહેશે.   આ વિસ્તારમાં પીવાના પાણીની પાઇપલાઇન પણ ગંદી 



Download Our B K News Today App



Related News