હાથમાં તિરંગો અને વંદેમાતરમના નારા સાથે કોચરબ આશ્રમ પહોંચી દાંડીયાત્રા, પદયાત્રીઓ અહીં આરામ કરીને ભોજન લેશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-12 14:52:28
  • Views : 232
  • Modified Date : 2021-03-12 14:52:28

    સાબરમતી ગાંધી આશ્રમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દાંડીયાત્રાનું ફ્લેગ ઓફ કરી શુભારંભ કરાવાયો હતો. યાત્રા ગાંધી આશ્રમથી દાંડીપુલ, વાડજ સર્કલથી ગૂજરાત વિદ્યાપીઠ પહોંચશે, જ્યાં યાત્રાનું સ્વાગત કરવામાં આવશે. દાંડીયાત્રાનો ગૂજરાત વિદ્યાપીઠ ખાતે યાત્રાનો પહેલો પડાવ હશે. વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. જ્યાંથી પદયાત્રા આગળ વધી અને પાલડી કોચરબ આશ્રમ ખાતે બપોરે રોકાણ કરશે. બપોરે ભોજન અને આરામ બાદ યાત્રા આગળ પાલડી NID થઈ બહેરામપુરા, દાણીલીમડા, નારોલ, અસલાલી થઇ આગળ વધશે.

    આઝાદીના અમૃત મહોત્સવના કાર્યક્રમની ગૂજરાત વિદ્યાપીઠમાં પણ ઉજવણી કરવામાં આવી હતી. ગૂજરાત વિદ્યાપીઠ ખાતે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ હાજર રહ્યા હતા. હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગાંધી આશ્રમ ખાતે વડાપ્રધાનના કાર્યક્રમને પણ ગૃહમંત્રી અને વિદ્યાર્થીઓએ લાઈવ નિહાળ્યો હતો.


Download Our B K News Today App



Related News