દાંડીકૂચની જેમ દિલ્લી કૂચ કરીશ ઃ શંકરસિંહ વાઘેલા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-25 11:21:21
  • Views : 337
  • Modified Date : 2020-12-25 11:21:21

કૃષિ બિલ રદ કરવા માટે દિલ્લીમાં ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યુ છે. સરકાર સાથે વાટાઘાટો કરવા છતા નિરાકરણ આવતુ નથી. ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા હવે ખેડૂતોના સમર્થનમાં આંદોલન કરશે. બાપુ શનિવારે ગાંધી આશ્રકમથી કાર માર્ગે દાંડી કૂચની જેમ દિલ્લી કૂચ કરશે. જેને લઇને અમદાવાદ અને દિલ્લી પોલીસ કમિશ્નરને મંજૂરી માટે પત્ર લખ્યો છે.
કેન્દ્ર સરકાર દ્વારા લાવવામા આવેલા ૩ કૃષિ બિલને લઇને હવે ભાજપ સિવાયના તમામ
પક્ષો ખેડૂતોના સમર્થનમાં આવી રહ્યા છે. દિલ્લીની બોર્ડર ઉપર ખેડૂતો દ્વારા ચક્કાજામ કરાયેલો છે. એક મહિના કરતા વધુ સમયથી કડકડતી ઠંડીમાં
આંદોલન ચાલી રહ્યુ છે. ત્યારે હવે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન અને પૂર્વ કેન્દ્રિય મંત્રી શંકરસિંહ વાઘેલા ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે. બાપુ શનિવારે સવારે અમદાવાદના ગાંધી આશ્રમથી ૧૦૦ લોકો સાથે કૂચ કરશે.
શંકરસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધતા કહ્યુ હતુ કે, કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા લોકડાઉનમાં ચોરીની જેમ લોકસભા અને રાજ્યસભામાં બિલ પાસ કર્યુ હતુ. રાષ્ટ્રપતિના સહિ સિક્કા સાથે કાયદાનુ સ્વરૂપ આપતાની સાથે જ દેશભરના ખેડૂત સંગઠનમાં વિરોધ શરૂ થઇ ગયો હતો. ભાજપ વિરોધ પક્ષમાં હતો, ત્યારે એમએસપીને કાયદો બનાવવાની માગ કરી હતી. આજે પણ ખેડૂતોનુ કહેવુ છે કે,કાયદો માત્ર કાગળ ઉપર ન આવે. જેથી ખેડૂત લૂંટાતો બચે.
બાપુએ કહ્યુ કે એક નાગરિક તરીકે ન્યાય માગવા માટે કોર્ટના દરવાજા ખુલ્લા રહેવા જાેઇએ. ૩૦ ખેડૂતો શહિદ થયા છે જ્યારે હિંદુસ્તાનના ઇતિહાસમાં
પહેલીવાર શાંત સત્યાગ્રહ થઇ રહ્યો છે. ત્યારે હુ પણ ખેડૂતોના સર્મથનમાં આંદોલન કરીશ. શુક્રવાર સુધી મંજુરીની રાહ જાેવામાં આવશે. પરંતુ જાે નહિ આપવામાં આવે તો શનિવારથી ૧૦૦ કાર્યકરો સાથે દાંડીયાત્રાની જેમ આંદોલન કરવા દિલ્લી સુધી કૂચ કરવામા આવશે.

Download Our B K News Today App



Related News