ડીસામાં માસ્ક ન પહેરનારાઓને પોલીસે કર્યો દંડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-08 18:41:38
  • Views : 1121
  • Modified Date : 2020-06-08 18:41:38

બનાસકાંઠા જિલ્લામાં લોકોને છૂટછાંટ આપતાની સાથે જ લોકોનું સંક્રમણ વધી રહ્યું છે ખાસ કરીને સતત બજારોમાં વધતી ભીડોના કારણે લોકોનું સંક્રમણ વધ્યું છે તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં બહાર થી લોકો મોટી સંખ્યામાં આવ્યા છે જેના કારણે દિવસેને દિવસે લોકોમાં સંક્રમણ વધવા પામ્યું છે અને કોરોના વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ડીસા શહેરમાં જે રીતે કોરોનાના પોઝિટિવ કેશોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તે જોતાં આજે પોલીસ પણ સતર્ક બની ગઈ હતી અને શહેરમાં માસ્ક વગર ફરતા વાહન ચાલકોને અટકાવીને દંડાત્મક કાર્યવાહી કરતી નજરે પડી હતી..

Download Our B K News Today App



Related News