કોરોના વાઇરસના સંક્રમણ રોકવાના ભાગરૂપે ભીલડી પોલીસે ચાર દિવસમાં સાઈઠ હજારનો દંડ વસૂલ કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-30 11:19:26
  • Views : 388
  • Modified Date : 2020-11-30 11:19:26

ભીલડી પોલીસ દ્વારા કોરોના વાઇરસના વધતા જતા સંક્રમણના કેસોને લઇ રાજ્ય સરકારની સુચનાને લઇ સરકારી ગાઇડલાઇનનું પાલન ન કરતા લોકો સામે કાર્યવાહી હાથ ધરતા ચાર દિવસમાં
પચ્ચીસથી વધુ લોકો સામે કેશ કરી સાઇઠ હજારથી વધુ  
રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
કોરોનાએ ફરીથી માથું ઉચક્યું છે ત્યારે ગુજરાત હાઈકોર્ટ પણ સરકારની કામગીરીની ઝાટકણી કાઢતા સરકારે પણ કોરોના ગાઇડ લાઈનનું પાલન ન કરતા લોકો સામે કાર્યવાહી હાથ ધરવાની સુચનાને પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ભીલડી પોલીસ સ્ટેશન દ્વારા ભીલડીમાં માસ્ક વગર ફરતા લોકો પાસેથી ૬૦ હજારથી વધુનો દંડ વસૂલી તેમજ ૨૫થી વધુ કેસ કરી કાર્યવાહી હાથ ધરતા ભીલડી વિસ્તારમાં સરકારી ગાઇડલાઇનનું પાલન ન કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Download Our B K News Today App



Related News