ગિયોડમાં માસ્ક વગર ફરતા ત્રણ વ્યક્તિને ડીડીઓએ દંડ ફડકાર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-12 12:26:48
  • Views : 1092
  • Modified Date : 2020-05-12 12:26:48

ગાંધીનગર તાલુકાના ગિયોડ ગામની મુલાકાતે ગયેલા જિલ્લા વિકાસ અધિકારી આર.આર. રાવલે ગામમાં માસ્ક પહેર્યા વગર ફરતા ત્રણ વ્યક્તિઓને સ્થળ પર જ દંડ ફટકાર્યો હતો. તાત્કાલિક ત્રણ વ્યક્તિઓ પાસેથી કુલ- ૧૫૦૦ રૂપિયાની વસૂલાત કરી હતી. ગામમાં ફરિજીયાત માસ્ક
પહેરવાના જાહેરનામાની કડક અમલવારી કરવા પણ સરપંચ અને તલાટીને જણાવ્યું હતું.
ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી ગાંધીનગર તાલુકાના ભાટ, કોટેશ્વર, અંબાપુર, શેરથા, છાલા, ચિલોડા(ડ), શિહોલી મોટી, લેકાવાડા અને ગિયોડ ગામની ઓંચિતી મુલાકાતે ગયા હતા. તમામ ગામોમાં તેમણે લોકડાઉનનો ચુસ્ત અમલ કરવા અને લોકડાઉનનો ભંગે કર્યાની ગ્રામ પંચાયતે તાત્કાલિક સ્થાનિક ઼
પોલીસ સ્ટેશનને જાણ કરવી અને હાજરમાં રહેલા પોલીસ કર્મચારીઓને પણ ગામમાં લોકડાઉનનો ચુસ્ત અમલ થાય તે અંગેની સૂચના આપી હતી. તેમણે મેડિકલ ટીમ બનાવી આગામી બે દિવસમાં ગામોમાં તમામ ઘરોમાં આરોગ્ય સર્વેલન્સ પૂર્ણ કરવા માટે પણ આરોગ્ય કર્મચારીઓને સૂચના આપી છે.
ગ્રામ્ય વિસ્તારમાંથી અન્ય જગ્યાએ આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલ ન હોય તેવા નોકરી કરતા  અધિકારીઓ/કર્મચારીઓના અપડાઉનને નિયંત્રિત કરવા અને આવા અધિકારીઓ કર્મચારીઓના આરોગ્યની નિયમિત રીતે ચકાસણી કરવામાં આવે તે મુજબની કાર્યવાહી તાત્કાલિક હાથ ધરવા તલાટી કમ મંત્રીને સૂચના
આપી હતી. હોમ ક્વોરોન્ટાઈન વ્યક્તિઓની સરપંચ અને તલાટી કમ મંત્રીએ દૈનિક બે વખત રૂબરૂ મુલાકાત કરવા પણ જણાવ્યું હતું. મુલાકાત માટે રજીસ્ટર નિભાવવું અને મુલાકાત કર્યા અંગેનો અહેવાલ તાલુકા વિકાસ અધિકારી ગાંધીનગરને મોકલી આપવા
પણ જણાવ્યું છે.
જિલ્લા વિકાસ અધિકારીએ છાલા ગામે હોમ ક્વોરોન્ટાઈન કરેલ રોહિત વાસના બે વ્યક્તિઓ સાથે વિડીયો કોલિંગથી વાતચીત કરી હતી. છાલા ગામે પોઝીટીવ કેસ દર્દીના વિડીયો કોલિંગથી ખબરઅંતર પૂછયા હતા. રોહિતવાસમાં નિયમિત રીતે સેનીટાઇઝેશન થાય તે માટે ગ્રામ પંચાયત, છાલા અને નિયમિત આરોગ્ય સર્વેલન્સ થાય તે માટે મેડીકલ ઓફિસરને સૂચના આપી હતી. ચિલોડા(ડ) ગામે શાકભાજી અને ફળની લારીઓને નિયંત્રિત કરવા અંગે જરૂરી કાર્યવાહી કરવા માટે
પોલીસ સ્ટેશને જાણ કરવા
સરપંચ અને તલાટી કમ મંત્રીને કાર્યવાહી કરવા માટે સુચના આપી હતી. શિહોલી મોટી ગામે રાજસ્થાનથી આવેલ અને હોમ ક્વોરોન્ટાઈન કરેલ વ્યક્તિના ઘરની રૂબરૂ મુલાકાત લઇ વિડીયો કોલિંગથી વ્યક્તિ સાથે વાત કરી હતી. લેકાવાડા ગામે મધ્ય પ્રદેશથી આવેલ અને હોમ ક્વોરોન્ટાઈન કરેલ વ્યક્તિના ઘરની રૂબરૂ મુલાકાત લઇ વિડીયો કોલિંગથી વ્યક્તિ સાથે વાત કરી હતી. પ્રેક્ષા ભારતી કોબાની મુલાકાત લઇ ત્યાં ફેસેલીટી હોમ ક્વોરોન્ટાઈનમાં રાખેલા લોકોના ખબર અંતર
પૂછ્યા અને હાજર રહેલ મેડિકલ ટીમની કામગીરી અંગેની સમીક્ષા કરી હતી.

Download Our B K News Today App



Related News