ડીસા ન.પા.એ દુકાનદાર તેમજ માસ્ક વગર ફરતા લોકોને દંડ ફટકાર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-29 11:38:21
  • Views : 636
  • Modified Date : 2020-05-29 11:38:21

કોરોના કહેર વચ્ચે લોકડાઉન ૪ માં ધંધા રોજગારની છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા  કલેકટરે જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે. જેમાં
વેપારીને એકી બેકી નંબર તારીખ પ્રમાણે ધંધા રોજગાર ચાલુ કરવા નગરપાલિકા દ્વારા સૂચના પણ આપવામાં આવી છે. પરંતુ વેપારીઓ દ્વારા સૂચનાનું પાલન ન કરવામાં આવતા તેમજ વેપારીઓ દુકાનો ખુલ્લી રાખી કોરોના વચ્ચે લોકો ભેગા થાય અને કોરોનાનું સંક્રમણ ફેલાય તેવુ સામે આવતા ડીસા નગરપાલિકાની બે અલગ અલગ ટીમો બનાવી ડીસા શહેરમાં તપાસ હાથધરી હતી. તેમજ બજારમાં માસ્ક પહેર્યા વગર ફરતા લોકોને પણ ઝડપી ડીસા નગરપાલિકા દ્વારા બે દિવસમાં ૪૫  હજાર
ઉપરાંતનો દંડ ફટકાર્યો હતો.

Download Our B K News Today App



Related News