બનાસકાંઠામાં અંધશ્રદ્ધાનો વધુ એક કિસ્સો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-11 10:50:01
  • Views : 419
  • Modified Date : 2019-06-11 10:50:01

બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં બાળકોને અંધશ્રદ્ધાના ડામ આપવાની વધુ એક ઘટના સામે આવી છે તબીબો દ્વારા જાગૃતિ અંગેના પ્રયાસો કરવા છતાં પણ વારંવાર બની રહેલી આ ઘટનાના કારણે તંત્ર સામે પણ અનેક સવાલો થયા છે.બનાસકાંઠા જિલ્લામાં નાના બાળકોને અંધશ્રદ્ધાના કારણે ડામ આપવાની ઘટનાઓ એક પછી એક પછી એક બની રહી છે. ખાસ કરીને રાજસ્થાનને અડીને આવેલા અંતરિયાળ વિસ્તારોમાં આ પ્રકારની ઘટનાઓ વધુ બને છે. વાવ તાલુકામાં પણ એક અઠવાડિયા અગાઉ એક બાળકને ડામ આપ્યા બાદ તેનું સારવાર દરમિયાન મોત થયું હતું તેમ છતાં પણ આ ઘટનાઓ હજુ સમવાનું નામ લેતી નથી. ત્યારે  લાખણી તાલુકાના ગણતા ગામમાં પણ ૧ વર્ષની બાળકીને ડામ આપવાની ઘટના સામે આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. લાખણી તાલુકાના ગણતા ગામમાં રહેતા દલાજી ઠાકોરની સાત મહિનાની દીકરીને અઠવાડિયા અગાઉ ચમકી ગઈ હતી  એટલે કે ડરી ગઈ હતી. બાદમાં તેનો ડર દૂર કરવા માટે તેના પરિવારજનોએ તેને હોસ્પિટલમાં લઈ જવાના બદલે ગામમાં જ એક ભુવાને લઈ ગયા હતા. જ્યાં ગામના ભુવાએ અંધશ્રદ્ધાના કારણે આ બાળકના પેટ પર તેનો ડર દૂર કરવા માટેથી ચાર જગ્યાએ લોખંડના સળીયા વડે ડામ આપ્યા હતા. જેથી બાળકી સાજી થવાના બદલે વધુ બીમાર થઈ ગઈ હતી અને  ત્રણ-ચાર દિવસ સુધી બાળકીની તબિયતને સુધરતા તેને સારવાર માટે થરાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ ત્યાં પણ તેની હાલત વધુ નાજુક બનતા તેણીને વધુ સારવાર અર્થે ડીસાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.




Download Our B K News Today App



Related News