દમણ અને તિથલ બીચ ખૂલી ગયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-18 18:10:51
  • Views : 132
  • Modified Date : 2023-06-18 18:10:51

બિપોરજોય વાવાઝોડાને લઈ રાજ્યમાં અનેક વિસ્તારોમાં અસર થઈ છે જેને લઈ જન જીવન પર પણ ખાસી એવી અસર પડી છે. આ વાવાઝોડાને લઈ રાજ્યમાં વિવિધ ધાર્મિક સ્થાનો તેમજ  પર્યટક સ્થળો બંધ રાખવાનો જિલ્લા વાઈઝ વિવિધ નિર્ણયો લેવાયા હતાં. જેને પગલે ફરી સ્થિતિ સામાન્ય બનતા ધીરે ધીરે વિવિધ પર્યટક સ્થળો ચાલુ કરવાના નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. દમણના દરિયા કિનારેથી વાવાઝોડાને પગલે લગાવાયેલ 144ની કલમ હટાવાઈ છેદરિયા કિનારે બિપોરજોયની અસર સામાન્ય થતાં દમણમાં લગાવેલ કલમ 144 હટાવી લેવાઈ છે તેમજ આજથી દમણના તમામ બીચ પર્યટકો માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. અત્રે તમને જણાવી દઈએ કે, બિપોરજોય વાવાઝોડાના કારણે બીચ પર પર્યટકો માટે પ્રતિબંધ હતો. તેમજ દરિયા કિનારે પોલીસ પહેરો ગોઠવી રાખ્યો હતો અને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કર્યા હતાં. જે બાદ આજથી તમામ બીચ પર્યટકો માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. જેને લઈ પ્રવાસીઓ ઉત્સાહ જોવા મળ્યો છે. ફરી એક વખત દમણના દરિયા કિનારે પર્યટકો ઉમટ્યા છે. તો બીજી તરફ વલસાડનો તિથલ બીચ પણ બિપોરજોય વાવાઝોડાને કારણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. જે બાદ પરિસ્થિતિ સામાન્ય થતાં વહીવટી તંત્રએ તિથલ બીચ પણ પર્યટકો માટે ખુલ્લો મુક્યો છે. આજથી પર્યટકો માટે ખુલ્લો મુકાયેલા બીચમાં ફરી પ્રવાસીઓ મજા માણી શકશે. 

Download Our B K News Today App



Related News