વાવાઝોડાંને કારણે ખંઢેરી સ્ટેડિયમને નુકસાન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-26 14:35:25
  • Views : 85
  • Modified Date : 2023-11-26 14:35:25

આખા રાજ્યમાં કમોસમી વરસાદને લીધે ખેડૂતો તો પરેશાન થઈ જ રહ્યા છે. સાથે- સાથે રાજકોટથી પણ ન્યૂઝ આવી રહ્યા છે કે રાજકોટમાં આવેલા ખંઢેરી સ્ટેડિયમ ખાતે, ફુંકાયેલા તોફાની પવનને લીધે ખૂબ જ નુકસાન થયું છે. શરૂઆતી અહેવાલ અનુસાર ખંઢેરી સ્ટેડિયમમાં કરોડોનું નુકસાન થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તો બીજી બાજુ ગીર સોમનાથ તેમજ ઉપલેટા જેવા સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે. તેમજ લોકોને પણ કામ ધંધે જવામાં મુશ્કેલીઓ થઈ રહી છે. ક્યાંક કરાનો વરસાદ થયો છે તો ક્યાંક ભરશિયાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે.રાજકોટ વાવાઝોડાંને કારણે ખંઢેરી ખાતે આવેલા SCA સ્ટેડિયમ ખાતે મોટું નુકસાન થયું છે. સ્ટેડિયમમાં મીડિયા બોક્સના કાચ, બેનર, રૂફ સહીત અનેક વસ્તુઓને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. વાવાઝોડાંને કારણે સ્ટેડિયમમાં ચાલી રહેલા વિજય હઝારે ટ્રોફીની મેચને પણ રદ કરવાની ફરજ પડી છે. વાવાઝોડાંને લીધે સ્ટેડિયમમાં અંદાજિત દોઢ થી બે કરોડનું નુકશાન થયેલું છે તેવા અહેવાલો મળી રહ્યા છે.

Download Our B K News Today App



Related News