ડીસામાં પાડાના વાંકે પખાલીને ડામ: હાઇવે ઓથોરીટીની બેદરકારી થી પોલીસ પરેશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-28 12:58:28
  • Views : 503
  • Modified Date : 2021-09-28 12:58:28

ડીસાના આરટીઓ ચાર રસ્તા આસપાસના રોડ પર મસમોટા ખાડાઓ પડી જતાં વાહન ચાલકો પરેશાન થઇ ઉઠ્યાં છે. હાઇવે ઓથોરીટી દ્વારા ખાડા પુરવાની જગ્યાએ જવાબદારીમાથી છટકી કોન્ટ્રાકટર નું બહાનું બતાવી હાથ અધ્ધર કરવામાં આવતાં વાહન ચાલકો પરેશાન થઇ ઉઠ્યાં છે.

ડીસા શહેર ને અડીને આવેલ આરટીઓ ચાર રસ્તા પર વેપાર ધંધા વિકસી રહ્યાં છે. ડીસાથી રાધનપુર, ડીસાથી થરાદ, ડીસાથી પાલનપુર અને ડીસાથી ધાનેરા તેમજ રાજસ્થાન જવા માટે આરટીઓ ચાર રસ્તા થઈ ને જ પસાર થવું પડે છે. આ ઉપરાંત ડીસા વેપારી મથક હોવાથી દિવસભર વાહનોની અવર જવર થી આરટીઓ સર્કલ ધમધમતું રહે છે. છેલ્લાં છ મહિના થી હાઇવે પર મસમોટા ખાડાઓ પડી ગયા છે. ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી ભરાઇ રહેતાં ખાડાઓ વધી રહ્યાં છે. જેથી અકસ્માત પણ વધી રહ્યાં છે. ડીસાના આરટીઓ ચાર રસ્તા પર પડેલા ખાડાઓના સમારકામ માટે ડીસા તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે.ચૌધરી દ્વારા નેશનલ હાઇવે ઓથોરીટી ને બે બે વખત પત્ર લખી લેખિત રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં હાઇવે ઓથોરીટી જવાબદારીમાંથી છટકી હાથ અધ્ધર કરવામાં આવી રહ્યાં છે. આથી નાના વાહન ચાલકો ખાડામાં પડી અકસ્માત નો ભોગ ન બને તે માટે પોલીસ પણ  ખડેપગે સેવા આપી રહી છે. ડીસાના આર ટી ઓ ચાર રસ્તા પરના હાઈ-વે પર મોટા ખાડાઓ પડી ગયા છે.જે રીપેરીંગ કરવા માટે હાઈ-વે ઓથોરિટી ને બે વખત લેખિતમાં રજુવાત કરવામાં આવી છે તેમ છતાં કોન્ટ્રાક્ટરનું બતાવવામાં આવે છે કોઈ નિર્દોષ વ્યક્તિઓનો ભોગ લેવાય તે પહેલા માનવતાના ધોરણે હાઇવે ઓથોરિટી ખાડા પૂરવા જોઈએ તેમ ડીસા તાલુકા પી આઈ એમ જે ચૌધરીએ જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News