અમીરગઢ તાલુકાના અવાળા ગામે પતિએ પÂત્નને ડામ આપ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-19 10:48:06
  • Views : 600
  • Modified Date : 2019-06-19 10:48:06

બનાસકાંઠામાં પરણિત મહિલાને તેના પતિ દ્વારા શારીરિક, માનસિક ત્રાસ
આપી ગરમ ચિપિયા વડે શરીર પર ડામ આપતા હોવાની ઘટના સામે આવી છે. જેમાં મહિલાની ફરિયાદના આધારે મહિલા
પોલીસે તેને સારવાર અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
અમીરગઢ તાલુકાના અવાળા ગામમાં પતિ દ્વારા તેની પÂત્નને ચિપિયા વડે ડામ આપી ત્રાસ આપતો હોવાની ઘટના સામે આવી છે. જેમાં કંકુબેનના લગ્ન સાત વર્ષ પૂર્વે સામાજિક રીતરિવાજ મુજબ અમીરગઢના અવાળા ગામમાં રહેતા નાનજીભાઈ રબારી સાથે થયા હતા. જોકે શરૂઆતમાં તેઓનું દાંપત્ય જીવન ખુબ જ સરસ ચાલતુ હતું.  પરંતુ સાત વર્ષ સુધી તેઓને કોઈ સંતાન ન થતાં અને તેના પતિ દ્વારા તેના ચારિત્ર્ય પર શંકા રાખી છેલ્લાં ઘણાં સમયથી  શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. જો કે તેના
પતિએ તેને ત્રાસ આપવાનું એટલે જ પૂરતું ન રાખી છેલ્લાં કેટલાંક દિવસોથી કંકુબેનના શરીર પર ડામ આપવાનું શરૂ કર્યુ હતું અને તેના આખા શરીરે ચિપિયા વડે મારી ગંભીર ઈજાઓ પહોંચાડતા કંટાળેલા
 કંકુબેન આખરે જિલ્લા પોલીસ વડાને ફરિયાદ કરી હતી. જેથી તેમની ફરિયાદના આધારે ૧૮૧ મહિલા અભયમની ટીમે ઇજાગ્રસ્ત કંકુબેનને સારવાર અર્થે પાલનપુર સિવિલમાં ખસેડયા હતા.
કંકુબેનના લગ્ન સામાજિક રીતરિવાજ મુજબ થયા હતા અને સાટા પદ્ધતિથી થયા હતા. જેથી પોતાના ભાઇનું લગ્નજીવન ન બગડે તે માટે
કંકુબેન તેમના પિયરમાં કે
પતિના ઘરે ક્યાંય જવા માગતા નથી. જેથી મહિલા પોલીસે હાલમાં ઇજાગ્રસ્ત કંકુબેનને સારવાર અર્થે ખસેડી તેઓનું કાઉન્સેલિંગ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News