થરાદમાં કોંગ્રેસ પાર્ટીમાંથી દલિત સમાજ તુટવાના એંધાણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-18 06:47:13
  • Views : 519
  • Modified Date : 2019-04-18 06:47:13

થરાદ મતવિસ્તારના દલિત સમાજના મતો કોંગ્રેસ પાર્ટીમાંથી તુટવાના કારણો અને સંજાગો લાગ્યા છે. જેમાં વિસ્તારના દલિત સમાજના મતો ભાજપ - કોંગ્રેસ-બસપા એમ ૩ ટુકડાનાં વિભાજન થવામાં લોકમુખે જાવા મળી રહ્યું છે. જેમાં કોંગ્રેસ પાર્ટી પોતાની વોટબેક ગણતાં ભારે
નુકસાન થવાની શક્યતા રહે છે. દલિત સમાજના અમુક
આગેવાનો ઉપર આક્ષેપ કરવામાં આવ્યો છે કે દલિત સમાજની મીટિંગ ગણી બોલાવામાં આવે છે.  અને આવ્યા પછી ખબર પડે છે કે આ મીટિંગ તો કોઈક
પાર્ટીની છે. તેમજ કોંગ્રેસના વફાદાર ગણાતાં દલિત સમાજના યુવાનો કોંગ્રેસ
સંગઠનથી નારાજગી વ્યક્ત કરી રહ્યા છે તો બીજી બાજુ નગરપાલિકા પ્રમુખ દલિત ભાજપમાં પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે તો ત્રીજી બાજુ કોંગ્રેસ સંગઠનથી નારાજ દલિત યુવાનો બસપા
પાર્ટીને સહકાર આપે તેવુ લોકમુખે સંભળાઈ રહ્યું છે. આમ દલિત સમાજના વોંટબેંક કોઈ એક તરફી લોકસભામાં રહેશે નહિ તેમજ શુક્રવારે દલિત સમાજની મોટી સભા વાવ ખાતે જિગ્નેશ મેવાણીના અધ્યક્ષસ્થાને સમાજની વાતો લઈને યોજવામાં આવશે.

Download Our B K News Today App



Related News